Western Times News

Gujarati News

પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય સેન્ટર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભાઈ – બહેનનાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા આતુરતાથી રાહ જાેઈ રહી છે.તો બીજી તરફ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ૫૦૦ થી વધુ ભાઈ-બહેનો જાેડાયા હતા.બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસનમુક્તિ માટેની ભેટ લીધી હતી.

ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન ની આજે ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદીદીના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ૫૦૦ થી વધુ ભાઈબહેનો ઉજવણીમાં જાેડાયા હતા.

આ પ્રસંગે વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા બીકે પ્રભાદીદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી તિલક એટલા માટે કરવામાં આવે છે પોતાનામા રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા રક્ષાબંધન પર મીઠાઈ થી મોઢું મીઠું કરાવવા પાછળ મીઠું બોલવાનો આશયે રહેલો છે

બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાધી તેમની પાસેથી કોઈપણ પ્રકારના વ્યસનને છોડી દઈ વ્યસન મુક્ત થવાના સંકલ્પ ની ભેટ લીધી હતી.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બહેનો દ્વારા રક્ષાબંધન પડવાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સબજાેન ના ઈન્ચાર્જ પ્રભાદીદી, અનિલાદીદી,નીમાદીદી, હેતલદીદી ટીકુદીદી સહિતની સમર્પિત બેહેનો બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ ,અંકલેશ્વર ,વાગરા ઝઘડિયા સહિત વિસ્તારોના બ્રહ્માકુમારી સેન્ટરના અન્યાયો કાર્યક્રમમાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.