વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા વિધિવત નવી જનોઈ ધારણ કરાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વર્ષમાં એક વખત શ્રાવણી પૂનમના રક્ષાબંઘનના દિવસે નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાની ઋષિકાલીન પરંપરા આજે પણ જોવા મળે છે.જનોઈને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિદેવને શરીર પર ધારણ કરવાની વિશેષ પરંપરા આજે પણ જળવાતી જોવા મળે છે.
બ્રાહ્મણો સૂતર માંથી બનાવેલી સફેદ કલરની જનોઇ ધારણ કરે છે.શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રવિત્ર સંબંધ દર્શાવતો તહેવાર,આ શુભ દિવસે જેટલુ મહત્વ રક્ષાનું છે.એટુલ મહત્વ સુત્તરની જનોઈનુ પણ હોય છે.ત્યારે બાહ્મણો આજના દીવસે જનોઈ બદતા હોય છે.
આજે શ્રાવણી સુદ પૂર્ણિમાના દિવસે ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોઓએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિઘી પ્રમાણે સામૂહીક યજ્ઞોપવિત ઘારણ કર્યા હતા.ભાલોદ ગામે આવેલી બહ્મસમાજની વાડીમાં ભાલોદ ગામના બ્રાહ્મણો સમૂહમાં જનોઈ બદલવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ૩૦ થી વઘુ બ્રાહ્મણો એ ભાગ લીઘો હતો.
જેમાં ભાલોદ ગામ માં રહેતા ભૂદેવોએ સાવારથી બહ્મસમાજની વાડીમાં સમૂહમાં જનોઈ બદલવાની ઘાર્મીક વિઘી માં જોડાયા હતા.બ્રાહ્મણોએ દેવ-પિતૃઓનું સ્મરણ કરી ધાર્મિક- શાસ્ત્રોક્ત પરંપરા મુજબ યજ્ઞોપવિતા (જનોઈ) બદલી હતી.તદુપરાંત ઋષિપુજન અને વેદમાતા ગાયત્રીનું પુજન અર્ચન ભક્તિ કરાઈ હતી.જનોઈ બદલવાના પ્રસંગે વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવે વાતાવરણ અતિ પવિત્ર બનાવી દીધું હતું.