રકુલ પ્રીત-જેકી ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે
મુંબઈ, બોલિવૂડના લોંગ ટાઈમ કપલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ થોડા દિવસો પહેલા જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ બંનેએ લગ્ન સ્થળમાં મોટો ફેરફાર કરવો પડ્યો હતો.
આ કપલ પહેલા મિડલ ઈસ્ટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યું હતું, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની વેડ ઈન ઈન્ડિયા અપીલ બાદ બંને હવે રોકાઈ રહ્યા છે. ભારતમાં જ લગ્ન કરશે.
સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ૬ મહિનાની તૈયારી બાદ જેકી ભગવાની અને રકુલ પ્રીત સિંહ મધ્ય પૂર્વમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા. તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી અને બધું પ્લાન મુજબ થઈ રહ્યું હતું, પરંતુ જ્યારે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ અમીર પરિવારોને ભારતમાં રહીને લગ્ન કરવાની અપીલ કરી ત્યારે જેકી-રકુલે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.
બંનેએ મિડલ ઈસ્ટને બદલે ગોવામાં પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી, જેથી બંને ભારતની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં વેડિંગ પ્લાન કરી રહ્યા છે. આ લગ્નમાં માત્ર કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહી શકશે, ત્યારબાદ કપલ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપી શકે છે. લગ્નમાં પ્રાઈવસી માટે બંનેએ નો ફોન પોલિસી રાખી છે. લગ્નમાં કોઈ પણ મહેમાન મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. જેકી ભગનાની અને રકુલ પ્રીત છેલ્લા ૨ વર્ષથી રિલેશનશિપમાં છે.
તેણે ૨૦૨૨ માં તેના જન્મદિવસ પર કેટલીક તસવીરો શેર કરીને જેકી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી. ત્યારથી, બંને અવારનવાર સાથે તસવીરો શેર કરે છે.SS1MS