Western Times News

Gujarati News

રકુલ પ્રીતનો ફિટનેસ માઈલસ્ટોન, ૧ દિવસમાં ૧૫ કિમી ચાલી નાખ્યું

મુંબઈ, ફેશન, ફિટનેસ અને રૂટિન અપડેટ માટે રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. રકુલે તાજેતરમાં પોતાના ફિટનેસ માઈલ સ્ટોનની સિદ્ધિ શેર કરી હતી.

રકુલે સોશિયલ મીડિયા પર સ્માર્ટ વોચનો ફોટોગ્રાફ શેર કરીને જણાવ્યું હતું કે, એક દિવસમાં તેણે ૧૫ કિમી કરતાં વધારે ચાલી નાખ્યું છે. આનંદમાં નાચતી છોકરીઓની ઈમોજી મૂકીને રકુલે બધાં દિવસ આવાં જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. રકુલ પ્રીતના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાનીએ આ ફોટોગ્રાફ ક્લિક કર્યાે હતો.

રકુલે જેકીને બેસ્ટ ફોટોગ્રાફર ગણાવ્યો હતો. તેઓ તાજેતરમાં વેકેશન પર ગયા ત્યારે આ ફોટોગ્રાફ લેવાયો હતો. રકુલ અને જેકીએ ફેબ્›આરીમાં લગ્ન કર્યાં હતા. રકુલ પ્રીતે પોતાના લગ્નના ફોટોગ્રાફ્સ અને બાદમાં વેકેશનની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તાજેતરમાં ફ્લોપ રહેલી કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન ૨માં રકુલ પ્રીત સિંહનો મહત્ત્વનો રોલ હતો. આગામી સમયમાં ઈન્ડિયન ૩, દે દે પ્યાર દે ૨ અને મેરી પત્ની કા રીમેકમાં રકુલ જોવા મળશે. ૨૦૦૯ના વર્ષમાં કન્નડ ફિલ્મ ગિલ્લીથી કરિયર શરૂ કરનારી રકુલે તમિલ, તેલુગુ અને કન્નડ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યાં છે.

રકુલની ફિલ્મી કરિયર સ્થિર ગતિએ ચાલી રહી છે ત્યારે તેના પતિ જેકી ભગનાની મુશ્કેલીમાં છે. ઉપરા-છાપરી ફ્લોપ ફિલ્મોના કારણે જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ ખોટમાં ચાલી રહ્યું છે અને માથે જંગી દેવું છે. આ દેવું ચૂકવીને ફરી મોટી ફિલ્મો બનાવી શકાશ તેવા વિશ્વાસ સાથ જેકી અને તેના પિતા વાસુ ભગનાની આગળ વધી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.