ઇન્ટિમેટ સીન માટે રકુલપ્રીત રેડી, પણ શરતો લાગુ
મુંબઈ, સાઉથની ફિલ્મોથી લઇને બોલિવૂડમાં પોતાના અભિનયથી પોતાની ઓળખ બનાવનારી રકુલપ્રીત સિંહ હાલ પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે.
એક તરફ તેના પતિ જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઇસ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, બીજી તરફ રકુલપ્રીતની ફિલ્મ ‘ઇન્ડિયન ૨’ આવી રહી છે, ત્યારે તેનો એક જૂનો ઇન્ટરવ્યૂ ફરી ચર્ચામાં આવ્યો છે.જેમાં તેણે ફિલ્મોમાં એડલ્ટ સીન આપવા વિશે વાત કરી હતી.
રકુલપ્રીતે પોતાની કૅરિઅરની શરૂઆત કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’ સાથે કરી હતી. ત્યાર પછી તેણે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. હવે તે ઘણી હિન્દી ફિલ્મો કરી ચુકી છે. ‘ઇન્ડિયન ૨’ લગ્ન પછીની તેની પહેલી ફિલ્મ હશે. ત્યારે તેના ફૅન્સ પણ મોટા પડદે તેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. રકુલપ્રીતે ૨૦૧૭માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને એડલ્ટ સીન કરવામાં કોઈ વાંધો નથી.
ત્યારે રકુલને પૂછવામાં આવ્યું હતું કે શું તેને ફિલ્મમાં કિસના સીન કરવામાં કોઈ વાંધો છે? તો તેણે કહ્યું હતું કે,“જો સ્ક્રિપ્ટમાં આવા સીનની જરૂર હોય તો હું એ સીન જરૂર કરીશ. તેના માટે હું તૈયાર છું.” સાથે રકુલે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તે આવા સીન એક જ શરતે કરશે. તેણે કહ્યું કે, “આવા સીનથી ફિલ્મની પબ્લિસિટી ન થવી જોઈએ.”
રકુલે એમ પણ કહ્યું હતું કે એક્ટ્રેસના ગ્લેમરસ કપડાં એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જરૂરી ભાગ છે. દરેક ફૅન ઇચ્છે છે કે તેઓ તેમની મનપસંદ અભિનેત્રીને ગ્લેમરસ કપડાંમાં જુએ. રકુલની ‘ઇન્ડ્યિન ૨’ ૧૨ જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે.SS1MS