Western Times News

Gujarati News

ફરી એકવાર હાથ મિલાવશે રામ ચરણ, NTR અને રાજામૌલી

SSRajamouli

Ram Charan, NTR and Rajamouli will shake hands once again

Ram Charan, NTR and Rajamouli will shake hands once again

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર્સ રામ ચરણ અને જૂનિયર એનટીઆરે ફિલ્મ ઇઇઇમાં પોતાના જબરદસ્ત પર્ફોમન્સને કારણે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા. રીલિઝ પછી જ ડાઈરેક્ટર એસએસ રાજામૌલીની આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સઓફિસો પર છવાઈ ગઈ.

દર્શકોએ પણ ફિલ્મને ખૂબ પસંદ કરી. ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન ૧૨૦૦ કરોડથી વધારે છે અને ૨૦૨૨ની બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેનો સમાવેશ થઈ ગયો. ફિલ્મનો ક્રેઝ લાંબા સમય સુધી દર્શકોમાં રહેશે તેમ લાગી રહ્યું છે. અને આ જ કારણોસર એક ફિલ્મમેકરે આરઆરઆરના એક્ટર્સ રામ ચરણ અને જૂનિયર એનટીઆરનો સંપર્ક આરઆરઆર બ્રાન્ડ સાથે એક રેસ્ટોરાં શરુ કરવા માટે કર્યો હતો.

તેમણે ડિરેક્ટર રાજામૌલીને પણ પાર્ટનરશિપ કરવાની સલાહ આપી હતી. જાે આ રિપોર્ટ સાચા છે અને યોજના અનુસાર કામ આગળ વધશે તો આ ત્રિપુટી મળીને આરઆરઆર નામની એક રેસ્ટોરાં શરુ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, રેસ્ટોરાંમાં શ્રેષ્ઠ રસોઈયાઓને કામ પર રાખવામાં આવશે અને સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે.

આ સિવાય રેસ્ટોરાંને ફિલ્મની થીમ આધારિત સજાવવામાં આવશે. આઝાદી પહેલાની ફેશનનો ઉપયોગ સ્ટાફના યૂનિફોર્મ માટે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આરઆરઆર રીલિઝ થયા પછી રામ ચરણ અને જૂનિયર એનટીઆર પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે અને તેમણે પોતાની અપકમિંગ ફિલ્મો પર કામ શરુ કરી દીધું છે. હવે આ રેસ્ટોરાં પ્રોજેક્ટ માટે તેઓ એકસાથે આવશે કે કેમ અને તેમણે આ ઓફર સ્વીકારી છે કે નહીં તે હજી જાણકારી નથી મળી શકી.

ફિલ્મમાં બન્ને અભિનેતાઓએ સ્વાતંત્ર્ય સેનાની અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમના પાત્ર ભજવ્યા હતા. ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર અત્યારે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યા છે.

તાજેતરમાં જ નેટફ્લિક્સ ઈન્ડિયાના ટિ્‌વટર હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી હતી કે, આ ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી પોપ્યુલર ઈન્ડિયન ફિલ્મ ઇઇઇ છે. દુનિયાભરમાં ૪૫ મિલિયન યુઝર્સે આ ફિલ્મ જાેઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.