Western Times News

Gujarati News

રામ ગોપાલ વર્માની સત્યા ફિલ્મને ૨૫ વર્ષ પૂર્ણ

મુંબઈ, ફિલ્મ ર્નિદશક રામ ગોપાલ વર્માએ એકથી એક જાેરદાર ફિલ્મો આપી છે. તેમાંથી એક ફિલ્મ છે સત્યા. આ ફિલ્મ ગેંગસ્ટર પર આધારિત હતી. ૯૦ના દાયકામાં આ ફિલ્મ સૌથી અલગ અને હટકે હતી. સત્યા ફિલ્મ લોકોના મનમાં વસી ગઈ હતી. આ ફિલ્મને ક્લાસિક કલ્ટ માનવામાં આવે છે. Ram Gopal Varma’s film Satya completes 25 years

જાેકે, શું તમે જાણો છો કે, સત્યા ફિલ્મમાં સત્યાનું કેરેક્ટર પહેલા મનોજ બાજપેયી કરવાનો હતો, પરંતુ આવું ન બની શક્યું અને તેણે ભીકુ મ્હાત્રેનો રોલ કર્યો હતો. જ્યારે સત્યાનું કેરેક્ટર જે. ડી. ચક્રવર્તીએ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર પણ જાેવા મળી હતી. સત્યા ફિલ્મથી ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીને એક અલગ જ ઓળખ મળી હતી. આ પહેલા તે ટેલિવિઝન પર છવાયેલો હતો. એટલું જ નહીં આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ ફિલ્મની વાત અત્યારે એટલે થઈ રહી છે. કારણ કે, આજથી ૨૫ વર્ષ પહેલા ૩ જુલાઈ ૧૯૯૮ના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. તે વખતે આ સૌથી અલગ ફિલ્મ ગણાતી હતી. સત્યા ફિલ્મમાં સત્યાના રોલ માટે પહેલા મનોજ બાજપેયીને પસંદ કરવામાં આવ્યો હતો.

જાેકે, ત્યારબાદ તેને ભીકુ મ્હાત્રેનો રોલ આપવામાં આવ્યો હતો. રામ ગોપાલને ભીકુના રોલમાં કડકડાટ હિન્દી બોલતો એક્ટર જાેઈતો હતો. એટલે તેણે આ રોલ મનોજ બાજપેયીને આપ્યો હતો. તો આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર પણ જાેવા મળી હતી, જેણે વિદ્યાનું પાત્ર ભજવ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ઉર્મિલાની જગ્યાએ પહેલા મહિમા ચૌધરીને લેવાની હતી, પરંતુ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

રામ ગોપાલ વર્મા હંમેશા પોતાની ફિલ્મમાં કંઈક અલગ કરવા માટે જાણીતો છે. ત્યારે આ ફિલ્મને રિયલ બનાવવા માટે તેણે મોટા અભિનેતાઓને લેવાની જગ્યાએ મનોજ બાજપેયી, જે. ડી. ચક્રવર્તીથી લઈ ઉર્મિલા માતોંડકર સુધીના બધા નવા જ ચહેરાઓને લીધા હતા. ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો, આ ફિલ્મનું શૂટિંગ કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટ વગર જ શરૂ કરી દેવાયું હતું. ફિલ્મના લેખક અનુરાગ કશ્યપે ફિલ્મના સેટ પર જ સ્ક્રિપ્ટ લખી હતી.

એટલું જ નહીં રામ ગોપાલ વર્માએ પણ એક્ટરોને પોતપોતાની રીતે ડાયલોગ બોલવાની છૂટ આપી હતી. આપને જણાવી દઈએ કે, સત્યા ફિલ્મના મોટા ભાગના સીન સાચી ઘટના પર આધારિત છે. જ્યારે ઉર્મિલા માતોંડકરને પણ આપવામાં આવેલો રોલ સાચી ઘટના પર આધારિત હતો. કારણ કે, રામ ગોપાલ વર્માએ આ અંગે જણાવ્યું હતું કે, મુંબઈના એક એપાર્ટમેન્ટમાં એક મહિલાને પાડોશી સાથે પ્રેમ થઈ જાય છે. જાેકે, તેને એ વાત નહતી ખબર કે, તે વ્યક્તિ ગેંગસ્ટર હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.