રામ કપૂર અને પત્ની ગૌતમી ઘરે લઈ આવ્યા 3.5 કરોડની ફરારી કાર
મુંબઈ, ટીવીના જાણીતા એક્ટર રામ કપૂર અને પત્ની ગૌતમી કપૂરએ શાનદાર લગ્ઝરી લાલ રંગની ફરારી કાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજિત ૩.૫ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. આ કાર ઈટાલિયન ૪ સીટર કાર હોવાનું પણ જાણવા મળે છે.
ટીવી શૉ ‘બડે અચ્છે લગતે હે’થી ફેમસ એક્ટર રામ કપૂરે ગત વર્ષે અલીબાગમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે. આ સિવાય મુંબઈમાં પણ તેનું એક ઘર છે. રામ કપૂરના ઘરના કેટલાંક સુંદર ફોટોગ્રાફ્સ જાેવા મળી રહ્યા છે. જેમાં ઘરનું લેવિશ ડેકોરેશન પણ જાેવા મળી રહ્યું છે.
એક્ટર રામ કપૂરનું અલીબાગ પહેલા ગોવામાં પણ હોલિડે હોમ છે. અલીબાગનું ઘર ખરીદવા અંગે રામ કપૂરે જણાવ્યું હતું કે આ વિસ્તાર મુંબઈથી ખૂબ નજીક છે કે જ્યાં શનિવાર અને રવિવારે આરામ કરવા માટે જઈ શકાય છે. રામ કપૂરે વધુમાં જણાવ્યું કે, ગોવામાં પણ મારું હોલિડે હોમ્સ છે.
હું વર્ષ ૨૦૧૭થી એવી પ્રોપર્ટી શોધી રહ્યો હતો જે સાઉથ મુંબઈના મારા ઘરથી નજીક હોય અને હવે અલીબાગની આ પ્રોપર્ટી મારી પાસે છે. મને લાગે છે કે અલીબાગમાં ઘર લેવાનો આઈડિયા પણ શાનદાર છે. પ્લાન એક એવી જગ્યા શોધવાનો હતો જે વધારે દૂર ના હોય અને હું વીકેન્ડ પર મારા પરિવાર સાથે જઈને ત્યાં આરામ કરી શકું.
રામ કપૂરે એવું પણ જણાવ્યું કે ગોવા અને ખંડાલા સરસ જગ્યા છે પણ મારા ઘરથી નજીક નથી. મારું સપનું હતું કે એક એવું ઘર ખરીદું કે જ્યાં મારો આખો પરિવાર આનંદ માણી શકે. અલીબાગનો પાછલા બે વર્ષમાં સારો વિકાસ થયો છે. આજે તમને અહીં સારી ઈટરી, સારી સુવિધાઓ મળી શકે છે. માટે મને આ વિકલ્પ યોગ્ય લાગ્યો. આખરે મુંબઈ નજીક બીજું ઘર હોવાનું મારું સપનું સાકાર થયું.
એક્ટર રામ કપૂરે ટેલિવિઝન જ નહીં ફિલ્મી દુનિયામાં પણ પોતાની એક્ટિંગનો ડંકો વગાડ્યો છે. રામ કપૂર એવો ચહેરો છે જે ઘરે-ઘરે જાણીતો છે. રામ કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા એક્ટર પૈકીનો એક છે. રામ કપૂરે નૈનીતાલની શેરવુડ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. રામને બાળપણથી જ ઈંગ્લિશનો જબરદસ્ત ક્રેઝ હતો. આ જ કારણે તેને બોલિવુડ નહીં હોલિવુડની ફિલ્મો જાેવાનું વધારે પસંદ હતું.
નવમા ધોરણમાં રામે પહેલીવાર સ્ટેજ પ્લે કર્યો હતો. નાટકનું નામ હતું ઝ્રરટ્ઠઙ્મિીઅ’જ છેહં. બસ ત્યારથી જ રામની અંદર એક્ટિંગની લાલસા જાગી. નાટક બાદ મેથડ એક્ટિંગ શીખવાનો ર્નિણય કર્યો. જેના માટે તે અમેરિકા જતો રહ્યો. જ્યાં તેણે અભિનયની બારીકાઈઓ શીખી. ત્યાંથી આવીને રામને સૌથી પહેલા ટીવી પર કામ મળ્યું.SS1MS