રામ મંદિરનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય : વિનય કટિયાર
નવી દિલ્હી, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે રામમંદિર આંદોલન, લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસ કાર્યકર્તાઓની ભૂમિકાને યાદ કરતાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી. કટિયારને જ્યારે પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નજીક છે ત્યારે તમે તેને કેવી રીતે જુઓ છો? જેના જવાબમાં તેમણે કહ્યું કે હું ખુશ અને અભિભૂત છું.
આ મંદિર માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા આવી રહ્યા છે. જાે કે મંદિરના નિર્માણમાં હજુ વધુ સમય લાગશે. બજરંગ દળના સંસ્થાપકને પૂછવામાં આવ્યું કે તમે રામ મંદિરનો શ્રેય કોને આપો છો? તો તેના પર તેમણે કહ્યું, તેનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય. આવા આંદોલનનો શ્રેય સમગ્ર સંસ્થાને જાય છે. આ આંદોલનમાં આરએસએસની મોટી ભૂમિકા હતી.
તેણે એક સંગઠન તરીકે આગેવાની લીધી હતી, પરંતુ વીએચપીજેવા અન્ય સંસ્થાઓએ રામ મંદિર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી અને અત્યાર સુધી મોરચો સંભાળી રાખ્યો છે. તેનો શ્રેય પણ સંઘના સ્વયંસેવકોને જાય છે. વિનય કટિયારે કહ્યું કે રામ મંદિરના નિર્માણની આગામી લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. રામ મંદિર રાજકીય નથી.
વિનય કટિયારે કહ્યું કે મેં રામમંદિરનું આંદોલન શરૂ કર્યું હતું અને અન્ય લોકોને તેની સાથે જાેડ્યા હતા. તેમણે કહ્યું કે હું એક આંદોલનકારી નેતા છું અને રામમંદિર આંદોલનનો પાયો નાખનારાઓમાંનો એક છું. થોડા સમય પછી વધુ લોકો જાેડાયા.
હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. કટિયારને પૂછવામાં આવ્યું કે શંથ બજરંગ દળની સ્થાપના માત્ર રામમંદિર આંદોલન માટે કરવામાં આવી હતી? તો તેના પર તેમણે કહ્યું કે બજરંગ દળની રચના હિંદુ સમાજને જાગૃત કરવા માટે કરાઈ હતી. તેને પછીથી રામ મંદિર આંદોલન સાથે જાેડી દેવાયો અને પછીથી તે સક્રિય ભૂમિકા ભજવતો રહ્યો. મેં અયોધ્યામાં મારા ઘરે બજરંગ દળની સ્થાપના કરી હતી. SS2SS