Western Times News

Gujarati News

રાવણના પાત્ર માટે રામાનંદ સાગરની પહેલી પસંદગી અમરીશ પુરી હતા

મુંબઈ, રામાનંદ સાગરે બનાવેલી રામાયણ સિરિયલ આજે પણ લોકોના મનમાં ઊંડી છાપ ધરાવે છે. જેના કારણે બોલિવૂડ કે ટીવીના પડદે જ્યારે પણ રામાયણ પર શો બને ત્યારે તેની તુલના રામાનંદ સાગરની રામાયણ સાથે થાય છે. રામાનંદ સાગરની રામાયણમાં અભિનય અને સંવાદોના કારણે તેના કલાકારોને લોકો ભગવાન માનવા લાગ્યા હતા. રામ, સીતા, લક્ષ્મણ અને રાવણ સહિતના પાત્ર ભજવનાર કલાકારો આજે પણ એટલા જ જાણીતા છે, જેટલા તે સમયે હતા.

રાવણના પાત્રમાં ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદી સાચા રાવણની ઝાંખી આપી ગયા છે. તેઓ રાવણના પાત્રમાં એકદમ પરફેક્ટ હતા. જાેકે શું તમે જાણો છો કે, રામાયણમાં રાવણના પાત્ર તરીકે અરવિંદ ત્રિવેદી ડાયરેક્ટર રામાનંદ સાગરની પહેલી પસંદ ન હતા? પણ અરવિંદ ત્રિવેદી પોતાના દમદાર અભિનયથી બધાને એવા મંત્રમુગ્ધ કરી લીધા કે તેમને આ રોલ ફાળવી દેવાયો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, દિગ્ગજ ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરની રામાયણમાં રાવણના પાત્ર માટે ઓડિશન આપવાના નહોતા! તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હતા. આ દરમિયાન રામાનંદ સાગરની રામાયણ માટે કાસ્ટિંગ થઈ રહ્યું હતું. જેથી તેઓ ઓડિશન આપવા મુંબઈ પહોંચ્યા હતા. તેઓ રામાયણના ‘કેવટ’ના પાત્ર માટે ઓડિશન આપવાના હતા. રાવણના પાત્ર માટે રામાનંદ સાગરની પહેલી પસંદગી બોલીવુડના દિગ્ગજ કલાકાર અમરીશ પુરી હતા.

રામાયણની કાસ્ટ પણ તેમને જ રાવણ તરીકે જાેવા માંગતી હતી. તે સમયે અમરીશ પુરી બોલીવુડના જાણીતા કલાકાર હતા. ખલનાયકના રોલ ભજવીને તેમણે પોતાની ઊંડી છાપ છોડી હતી. જાેકે, અરવિંદ ત્રિવેદીએ આપેલા ઓડિશને ડાયરેક્ટરના વિચાર બદલી નાંખ્યા હતા. તેમણે કેવટના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.

જેમાં તેમના અભિનયને જાેઈને રામાનંદ સાગર ઇમ્પ્રેસ થઈ ગયા હતા. તેમના અભિનયના કારણે રામાનંદ સાગરે તેમને રાવણનું પાત્ર ભજવવા કહ્યું હતું. અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર મળશે તેવું વિચાર્યું ન હતું. આ પાત્રએ તેમની કિસ્મત બદલી નાંખી હતી. તેમણે રાવણનું પાત્ર ભજવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આ મહેનત રંગ લાવી હતી અને આજ સુધી કોઈ કલાકાર તેમના જેવું રાવણનું પાત્ર ભજવી શક્યો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.