બાયડ તાલુકાની રમાસ હાઇસ્કુલને પ્રયોગશાળાની બહુમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ

(પ્રતિનિધિ) બાયડ, આજરોજ ૨૮ ફેબ્રુઆરી જ્યારે આપણો દેશ ડોક્ટર સી વી રામન ના જન્મદિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવી રહયો છે ત્યારે વિજ્ઞાન ક્ષેત્રે મોખરા નું સ્થાન ધરાવતી ગ્રામ્ય વિસ્તારની એવી શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલયને સેવક ટ્રસ્ટ,બોમ્બે દ્વારા ધોરણ ૯ અને ૧૦ માધ્યમિક વિભાગની પ્રયોગશાળાને સ્થાપના રૂપે રૂપિયા ૫૨ હજારનું માતબર દાન પ્રાપ્ત થયું છે….. શાળાના ઉત્સાહિત પ્રિન્સિપાલ શ્રી ઉન્મેશ બી પટેલ ની વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને બોમ્બેની આ સંસ્થાએ તેમને પ્રયોગશાળા માટે દાનની જાહેરાત કરી હતી જેમાં રમાસ ગામના ભાણેજ એવા શ્રી નીતિનકુમાર શાહ દ્વારા ખૂબ સુંદર સાથ અને સહકાર મળ્યો હતો.
આજના શુભ દિવસે શાળાના સૌ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિવિધ સાધનો અને પ્રયોગોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું…. સામાન્ય રીતે શાળાઓમાં દિવસેને દિવસે ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો મૃતપાય થઈ રહ્યા છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે જાગૃકતા અને રસ લેતા કરવાની આ પ્રવૃત્તિને નવયુવક કેળવણી મંડળ ના ચેરમેન શ્રી કાંતિભાઈ આર પટેલ, મંત્રી શ્રી સુનિલભાઈ પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓ, શાળા પરીવાર અને ગ્રામજનોએ અભિનંદન પાઠવી બીરદાવી હતી.