Western Times News

Gujarati News

અમદાવાદ પૂર્વમાં ડેન્ગ્યૂનો આંતક યથાવતઃ રામોલમાં ર૦૦ અને લાંભામાં ૧૯પ કેસ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની દહેશત વચ્ચે સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા જીવલેણ કહી શકાય તેવા રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે.

ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ પણ મચ્છરોનો ઉપદ્રવ ઓછો થયો નથી જેના કારણે મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કારણે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીઆનો રોગચાળો સતત વધી રહયો છે શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન રપ ડીસેમ્બર સુધી ડેન્ગ્યુના ર૪૯૬ કેસ નોંધાયા છે. જે પૈકી સરકારી હોસ્પિટલોમાં ૧પ૩ર અને ખાનગી હોસ્પિટલોમાં ૯૬૪ કેસ કન્ફર્મ થયા છે. ડીસેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના ૧૭૦ જેટલા કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

ઝોન મુજબ જાેઈએ તો શહેરના દક્ષિણ ઝોનમાં પ૧પ, અને પૂર્વ ઝોનમાં ડેન્ગ્યુના પ૭૧ કેસ નોંધાયા છે. જયારે મધ્યઝોનમાં ૧પ૩, પશ્ચિમમાં ૪ર૦, ઉત્તર ઝોનમાં ર૭૭, ઉ.પ.માં ૩પ૩ અને દ.પ.માં ર૦૭ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. દક્ષિણ ઝોનના રામોલ – હાથીજણ વોર્ડમાં ડેન્ગ્યુના ર૦૦ કેસ કન્ફર્મ થયા છે

જયારે લાંભા વોર્ડમાંથી ૧૮૩ કેસ બહાર આવ્યા છે આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. ર૦ર૦માં ડેન્ગ્યુના માત્ર ૪૩ર કેસ નોંધાયા હતા આમ ર૦ર૦ની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ૬૦૦ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનીઆના ર૭૭ કેસ બહાર આવ્યા છે

જે પૈકી સરકારી હોસ્પિટલમાંથી ર૪૯ અને ખાનગી હોસ્પિટલમાં રર૮ કેસ નોંધાયા છે. ર૦રર માં ઝેરી મેલેરિયાએ પણ કાળો કેર વર્તાવ્યો છે. તેમા પણ પાછલા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ઝેરી મેલેરિયાના ૧૭૬ કેસ કન્ફર્મ થયા છે. જયારે સાદા મેલેરિયાના ૧ર૬૮ કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોના વાયરસ મહામારીથી નાગરિકો ફફડી રહયા છે પરંતુ કોરોના જેવી જીવલેણ અને ઘાતક સ્વાઈનફલૂની બીમારીએ ૧૪ નાગરિકોના ભોગ લીધા છે. ર૦રરમાં સ્વાઈનફલૂના કુલ ૧૧૪૧ કેસ નોંધાયા છે તથા ૧૪ નાગરિકોના મૃત્યુ થયા છે. ડીસેમ્બર મહિનામાં સ્વાઈન ફલૂના નવા ૭ કેસ કન્ફર્મ થયા છે.

વય જૂથ પ્રમાણે જાેવામાં આવે છે ૦થીપ વર્ષ સુધીમાં ૭પ કેસ, ૬થી૧પ સુધીમાં ૧૧૮ કેસ, ૧૬થી૪૦ સુધીમાં ૩૩૭ કેસ અને ત્રણ મૃત્યુ, ૪૧થીપપ ના ગ્રુપમાં ર૬૬ કેસ અને પાંચ મૃત્યુ તેમજ પ૬ વર્ષ કે તેથી વધુ ઉંમરના જૂથમાં ૩૪પ કેસ અને ૬ મૃત્યુ નોંધાયા છે. સ્વાઈફલૂના દર્દીઓમાં ૬૬૮ પુરૂષો અને ૪૭૩ મહિલાઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.