Western Times News

Gujarati News

રામોલ પોલીસે લુંટના આરોપીને ઝડપી પાડ્યો

સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર લુંટની ઘટનાને અંજામ આપતો હતો

 

અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસે લુંટના આરોપીને ઝડપી લીધો છે. રીઢા આરોપીએ અગાઉ પણ કેટલાક ગુના આચર્યા હોવાનું કબુલ્યુ હતું પોલીસે તેની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ રીકવર કર્યો છે. કેટલાંક દિવસો અગાઉ રાકેશ દીલીપભાઈ પરમાર (મૂળ. આણંદ) મટોડા ખાતે આવેલી પોતાની નોકરી પતાવી ઘરે હતો રાત્રે પોણા બાર વાગ્યે તે વાહનની રાહ જાઈ એક્ષપ્રેસ હાઈવે ઉપર ઉભો હતો

એ સમયે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવીને ધમકાવવા લાગ્યો હતો ઉપરાંત લાફા મારીને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી જાકે રાકેશ પાસે રૂપિયા ન હોવાથી આ લુંટારાએ તેના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. જયારે અચાનક બનેલી ઘટનાથી રાકેશ ગભરાઈ ગયો હતો. બાદમાં આણંદ ખાતે પોતાના ઘરે પહોંચી ગયો હતો.

બીજી તરફ પોલીસને જાણ થતાં તેમણે લુંટારુની સઘન શોધખોળ હાથ ધરી હતી જેના પરીણામે તે રામોલ સીટીએમના હિમાંશુ પાર્ક ખાતે રહેતા કાર્તિક ભગવાનભાઈ સરદાર (મરાઠી) નામના શખ્સ સુધી પહોંચવામાં સફળ રહયા હતા તક જાઈ કાર્તિકને ઝડપી લીધો હતો. બાદમાં રામોલ પોલીસે કડક પુછપરછ કરતાં કાર્તિક ભાંગી પડયો હતો અને લુંટની કબુલાત કરી હતી.

કાર્તિકે અગાઉ પણ એ જ સ્થળે અંધારા તથા એકલતાનો લાભ લઈને એક આઈશર ચાલક પાસેથી રૂપિયા તથા મોબાઈલની લુંટ ચલાવી હતી પોલીસે તેની અટક બાદ કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.