રામોલ પોલીસે હાઈવે પર કારમાં લીફટ માગી અપહરણ કરતી ગેંગના 3 ને ઝડપ્યા
હાઈવે પર કારમાં લીફટ માગી કારચાલકનું જ અપહરણ કરી લુંટ કરનારા ઝડપાયા -રામોલ પોલીસે ૩ આરોપીને લુંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
(એજન્સી)અમદાવાદ, એકસપ્રેસ હાઈવે પર કારમાં લીફટ માગ્યા બાદ કારચાલકનું અપહરણ કરી લુંટનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે રામોલ પોલીસે તપાસ કરી ત્રણ આરોપીને લુંટ કરાયેલી કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધા છે. એટલું જ નહી આરોપીઓએ લુંટેલી કાારને પણ મોજશોખ માટે લઈને ફરતા હોવાનું પોલીસે જણાવ્યું છે.
શહેરના એકસપ્રેસ હાઈવે પર સામાન્ય રીતે ઘણા લોકો ખાનગી કારમાં બેસીને અમદાવાદથી વડોદરા તરફ જતા હોય છે અથવા વચ્ચેના કટ પાસે ઉતરી જતા હોય છે. આવી રીતે ઘણા લોકો લીફટ લઈને આગળ વધતા હોય છે. પરંતુ એક વ્યકિતને લીફટ આપવું ભારે પડયું હતું.
જેમાં પોતાની કાર લઈને નીકળેલો યુવક વડોદરા તરફ આગળ વધી રહયો હતો ત્યારે એકસપ્રેસ હાઈવેના છેડે ત્રણ વ્યકિતઓ ઉભા હતા જેમણે તેમણે આણંદ પાસે ઉતારવા માટે કહયું હતું. જેેથી કારચાલકે પણ કહયું હતું કે બેસી જાવ. આગળ જતા ત્રણ પૈકી એક વ્યકિતએ આ વ્યકિતને કારમાં ચાકુ બતાવ્યું હતું અને આંખમાં મરચાંની ભુકી નાખીી દીધી હતી.
જેથી કારની સ્પીડ તરત રોકાઈ અને સાઈડમાં ઉભી રહી ત્યારબાદ કારચાલકને બાજુમાં બેસાડીને લુંટારાએ કાર ચલાવી હતી. ત્યારબાદ આ લુંટારઓએ કારચાલકને મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેમ કરીને અંદાજે ૧૦૦ કિલોમીટર જેટલી કાર ચાલકને ફેરવીને ઉતારી દીધો હતો
તેમજ લુંટ કરેલી કાર અને મોબાઈલ લઈને આ ત્રણેય લોકો ભાગી ગયા હતા. આ અંગે પોલીસે તપાસ કરી રહી હતી. ત્યારબાદ રામોલ પોલીસને માહિતી મળી હતી કે જે વ્યકિતની કાર લુંટાઈ ગઈ છે તેવી જએક કાર હાથીજણ પાસેથી પસાર થવાની છે જેથી રામોલ પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને રોકી હતી.
કારને રોકતા કારમાં બેઠેલા વ્યકિત પોતાનું નામ રવી કુમાર દલપતસિંહ ઝાલા પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે કાર અંગે ડોકયુમેન્ટ માગતો તેની પાસે કોઈ ડોકયુમેન્ટ હતા નહી અને ધીમે ધીમે પોલીસે કડકાઈ કરતા ખબર પડી કે આ બે જ કાર છે.
જેમાં એક વ્યકિતનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને લુંટવામાં આવ્યો હતો. વધુ પુછપરછ કરતા રવીએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા તે તેની સાથે રણજીત ઝાલા અને બાદલજી ઝાલા સહીત એક વ્યકિતએ એકસપ્રેસ હાઈવેથી કારમાં બેસીને આણંદ તરફ ગયા હતાને એક કારચાલકને આંખમાં મરચાની ભુકી નાખીને કાર તેની પાસેથી લુંટી લીધી હતી. જેથીપોલીસે કાર અને આરોપીઓને ઝડપી લઈ તપાસ આરંભી છે.