રામપુરા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા તાલુકાના ઉદેપુર ગ્રામ પંચાયત વિસ્તારના રામપુરા ગ્રામજનો દ્ધારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબગ્રામજનોને રોડની માંગ હતી તે પૂરી ના કરતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે
(લાલુકંપા થી રામપુરા )ડામંર રોડ વર્ષો થી મંજુર થયેલ હોવા છતાં આર એન્ડ બિ વિભાગ અને તંત્ર આંખ આડા કાન કરી કોઈ રોડની વાત ધ્યાને લેતુ નથી આર એન્ડ બિ વિભાગ ના કર્મચારી ધવલભાઈ (ર્જ) સાહેબ ગામની મુલાકાતે સપ્ટેમ્બર મહિનામાં આવેલા અને ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવેલું હતું
કે લાલુ કંપા થી રામપુરા ડાંમર રોડ ક્યારનો મંજુર થયેલ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી થી કામ કરેલ નથી તો હુ ૧ મહિના ની અંદર તમને ડાંમર રોડ નું કામ પૂરું કરી આપીશ જે વાતને ઘણો સમય થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી
વારંવાર રજૂઆત કરવા છતાં પણ રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવે છે બીજી બાજુ વિધાનસભા ચૂંટણી આવતા ગ્રામજનો રોષે ભરાયા છે અને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે કે જાે માંગણી સંતોષકારક સંતોષવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે અને ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીં તેના નારા સાથે સંકલ્પ કર્યો છે