શાહરૂખ ખાનને પગે કેમ પડ્યો રાણા દુગ્ગુબાતી
મુંબઈ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સાઉથની પ્રાદેશિક ફિલ્મો હોય, બંનેના કલાકારો ખૂબ લોકપ્રિય છે અને તેઓ એકબીજાના કામને પણ વખાણે છે. તેના કારણે આજે માત્ર પ્રાદેશિક સ્તરે ફિલ્મો રિલીઝ થવાને બદલે પૅન ઇન્ડિયા ફિલ્મ રિલીઝ કરવાનું મહત્વ વધી ગયું છે. તેના કારણે છેલ્લાં થોડાં વખતથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે પછી સાઉથ ઇન્ડસ્ટ્રીની ભેદરેખા ઘણી આછી થઈ ગઈ છે.
રાણા દુગ્ગુબાતી મોટાભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ તેનું કામ હિન્દી ફિલ્મોમાં પણ વખણાયું છે. જેમકે ‘બેબી’, ‘દમ મારો દમ’ અને ‘યે જવાની હે દિવાની’.
તાજેતરમાં એક કાર્યક્રમમાં બંને ઇન્ડસ્ટ્રીના કલાકારો એક સાથે એકઠા થયા હતા. જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, સિદ્ધાંત ચતુર્વેદી સહીતના કલાકારો સાથે રાણા દુગ્ગુબાતી પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં જ્યારે રાણાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો તો શાહરૂખે તેને ભેટીને કિસ કરી હતી. તેના પ્રતિસાદમાં રાણા શાહરૂખ અને કરણ બંને પગે પડ્યો હતો અને કહ્યું,“અમે સંપૂર્ણ દક્ષિણ ભારતીય છીએ.
આમે આવું જ કરીએ છીએ.” જે વાત શાહરૂખ અને કરણને સ્પર્શી ગઈ હતી. જ્યારે આ ઇવેન્ટમાં શાહરૂખનો નવો લૂક જોઈને તેના ફૅન્સ પણ ખુશ થઈ ગયા હતા. છેલ્લા એક વર્ષથી ફૅન્સ તેને લાંબા વાળ અને પોનીમાં જોતાં હતાં, ત્યારે ટૂંકા કપાવેલાં વાળ સાથે તેને જોઈને ફૅન્સે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો.
શાહરૂખે આ ઇવેન્ટમાં તેના દિકરા આર્યન ખાનની ફેશન લાઈનના કેઝ્યુઅલ બ્લેક કપડાં પહેર્યાં હોવાનું તેના ફૅન્સનું તારણ હતું. આ લૂક તેની આવનારી ફિલ્મ ‘કિંગ’ માટેનો હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.
જેમાં દરેકે સ્વીકાર્યું હતું કે તે આ લૂકમાં પહેલાં કરતાં વધુ હેન્ડસમ દેખાતો હતો. આ ઇવેન્ટની તસવીરો કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરીને તેણે પણ શાહરૂખને પોતાનો ભાઈ ગણાવીને તેના વખાણ કર્યા હતા.SS1MS