રણાસણમાં દેવાધિદેવ મહાદેવની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો
રણાસણ ગામમાં કાળીચૌદશના શુભ દિવસે અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિનું નવીનીકરણ તથા દેવાધિદેવ મહાદેવની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્મશાન ધામના વિકાસ માટેની યોજના જાહેર કરેલ પરંતુ ગામના સર્વજનોએ સ્મશાનને મોક્ષ ભૂમિ સાચા અર્થમાં મુક્તિધામ બનાવવાના સંકલ્પને કર્યો ચરિતાર્થ
અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિમાં યોજાયો અંઘશ્રધ્ધા નિવારણનો કાર્યક્રમ -ગ્રામજનોના સધિયારા સાથ થી બંજર હાલતમાં રહેલ મુક્તિધામ બન્યું કૈલાસધામ.
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આગેવાનો દ્વારા કરવામાં આવ્યા પ્રોસ્તાહિત
ગ્રામજનોનો સધિયારો સાથથી બંજર હાલતમાં મુક્તિધામ હતું , જેમાં વૃક્ષારોપણ ,નાનું-મોટુ સમારકામ પૂર્ણ કરી ભગવાન ભોલેનાથની પ્રતિમા સ્થાપિત કરી એક નવચેતના ઉર્જા જાગ્રત કરી વિકાસને પરિણામલક્ષી માં ભાવ ભળતાં એક સુંદર અનુસૂચિત જાતિનું અંતિમધામ બન્યું છે.
સ્મશાને જતાં વ્યક્તિને પણ સાચા અર્થમાં મુક્તિ મળે તેવો સ્વર્ગમાં જવાનો ભાસ થશે. રમણીય ધામ બનાવનાર ગામના તમામ યુવાનો ગ્રામજનોના સકારાત્મક પ્રયાસોને એક દિશા મળી છે.
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં બાળકોને અભ્યાસમાં આગળ વધે તે માટે આગેવાનો દ્વારા પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા.
સ્મશાન ભૂમિમાં મહિલા ના જઇ શકે તે ડર દૂર કરવા માટે ચા-નાસ્તો તેમજ પ્રસાદ કૈલાસધામમાં આરોગી ગ્રામજનોમાં રહેલ ડર દૂર કરવાનો એક અંઘશ્રધ્ધા નિવારણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે આ પ્રસંગે વિજાપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી વિજયભાઈ તથા શ્રી હિતેન્દ્રસિંહ પરમાર તથા શ્રી બળદેવભાઈ પટેલ -જંત્રાલ તાલુકા સદસ્ય તથા રણાસણ ગામના ત્રણ માજી સરપંચ એવા શ્રી કાંતિભાઈ પટેલ શ્રી દિપકભાઈ પટેલ અને શ્રી પ્રહલાદભાઈ તથા ગામના આંબેડકર વિદ્યાર્થી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ સ્મશાનભૂમિ કમિટી વતી શ્રી ભાનુભાઇ પરમાર જણાવે છે.