રણબીર-આલિયા ફૂટબોલ ટીમ માટે ચીયલીડર્સ બન્યા
મુંબઈ, એક્ટર-કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે રવિવારે પેરેન્ટ્સ ડ્યૂટીમાંથી થોડા કલાકનો બ્રેક લીધો હતો. તેઓ મુંબઈ ફૂટબોલ એરિનામાં મુંબઈ સિટી એફસી અને કેરલા બ્લાસ્ટર્સ વચ્ચે યોજાયેલી ફૂટબોલ મેચ જાેવા માટે પહોંચ્યા હતા.
ભારતની ફૂટબોલ કોમ્પિટિશન ઈન્ડિયન સુપર લીગની ચાલી રહેલી નવમી સીઝન માટે આ મેચ યોજાઈ હતી. આ દરમિયાન આલિયા અને રણબીર સ્ટેડિયમ સ્ટેન્ડમાં બેસીને પોતાની ટીમ મુંબઈ સિટી એફસી માટે ચીયર કરતાં દેખાયા હતા. આ દરમિયાનના કેટલાક વીડિયો અને તસવીરો સામે આવ્યા છે. જેમાં બંને શરૂઆતથી અંત સુધી એકબીજાનો હાથ પકડીને એકદમ નજીક બેઠેલા દેખાયા.
તેમની આ ક્યૂટ કેમેસ્ટ્રી ફેન્સને પણ પસંદ આવતાં તેમના વખાણ કર્યા. ફેન પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં, રણબીર આલિયાને ફૂટબોલ વિશે કંઈક સમજાવતો અને તેના મિત્રો સાથે મુલાકાત કરાવતો દેખાયો હતો.
જ્યારે મુંબઈ સિટી એફસીની ટીમ જીતી તો તેઓ ખુશ થયા હતા અને પોતાની જગ્યા પરથી ઉભા થઈ મેદાનમાં ગયા હતા. અહીં તેમણે ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો. આલિયાએ ફ્રન્ટ ઝિપનું ફૂલ સ્લીવનું જેકેટ, ડેનિમ અને શૂઝ પહેર્યા હતા. આ સાથે તેણે કાનમાં ગોલ્ડન ઈયરરિંગ્સ પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.
બીજી તરફ, રણબીરે લાઈટ બ્લૂ કલરની જર્સી અને ગ્રે કલરના સ્કિની-ફિટ જીન્સની સાથે બેઝબોલ કેપ, વોચ અને સ્નીકર્સ પહેર્યા હતા. ફૂટબોલ મેચ જાેવા જતાં પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કરિશ્મા કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમૂર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
કપૂર સિસ્ટર્સ પરિવાર સાથે બે મહિનાની ભત્રીજી રાહાને મળવા માટે ગઈ હતી. જેનો જન્મ નવેમ્બર, ૨૦૨૨માં થયો હતો. આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને નીતૂ કપૂરે શનિવારે ફોટોગ્રાફર્સ સાથે એક મીટિંગ કરી હતી અને રાહા બે વર્ષની ન થાય ત્યાં સુધીની તેની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી. આ સાથે તેમણે ફેનપેજને પણ આ વાતનું ધ્યાન રાખવા કહ્યું હતું.
કપલે કહ્યું હતું કે, જાે ભૂલથી પણ રાહાની તસવીર ક્લિક થાય અને તેઓ તે પોસ્ટ કરે તો ઈમોજીથી તેનો ચહેરો છુપાવી દે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.
આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે. થોડા દિવસ પહેલા જ તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.SS1MS