Western Times News

Gujarati News

રણબીર અને આલિયા ફ્રેન્ડ્સ બન્યાં ત્યારે જ તેમના સંબંધો વિશે કરણ જોહરે ભવિષ્ય ભાંખ્યું હતું : આલિયાની કબૂલાત

ઈંતેજારી પૂરી થઈ ચૂકી છે! નેટફ્લિક્સના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સીઝન 1 પછી સીઝન 2 આખરે આવી ચૂકી છે અને બહુપ્રતિક્ષિત ફિલ્મ જિગરાના પ્રતિભાશાળી કલાકારો સાથે નવી સીઝન શરૂ થાય તેનાથી બીજી કોઈ બહેતર રીત હોઈ શકે? પ્રથમ એપિસોડમાં આલિયા ભટ્ટ, કરણ જોહર, વેદાંગ રૈના અને ડાયરેકટર વસન બાલા સાથે હાસ્યનું હુલ્લડ જામશે.

ખાસ કરીને ડફલી તેની સૌતન- વહાલી આલિયા ભટટ કપૂર સહિત હાસ્ય, ગેમ્સ અને અમુક મજેદાર સરપ્રાઈઝીસ સાથે હાસ્યસભર સવારી જામશે! દરેક શનિવારને ફનીવાર કરવાના વચનને વળગી રહેતાં ઓન-સ્ક્રીન ભાઈ- બહેન જોડી નેટફ્લિક્સના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પરિવાર સાથે સ્મિત, પ્રેમ અને ખુશી ફેલાવવા સુસજ્જ છે.

પરિવારના વિષય પર કરણ જોહરની જેમ ભારતીય પરિવારોની અંદર- બહાર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે, જેથી જ આલિયા અને રણબીરના સંબંધોની પાછળ તેણે જ અસલી ચમક સૌપ્રથમ જોઈ હતી.

કપિલ શર્માએ ઉદ્યોગમાં મેચમેકર તરીકે નામના વિશે કરણ જોહરને રમૂજમાં એવું કહીને છેડ઼્યો કે, “અમુક લોકો માને છે કે તમે ઉદ્યોગમાં મેરેજ બ્યુરો ચલાવો છો.” કરણ હસ્યો અને પ્રતિસાદ આપ્યો, “મેં ઘણા બધા લોકોને પ્રેમ શોધવામાં મદદ કરી છે અને તેઓ આજે પરણી ગયા છે. જોકે હું પોતે હજુ અપરિણીત છે!”

આલિયા ભટ્ટે પોતાના અનુભવ વિશે બોલતાં જણાવ્યું કે, “કરણ સંબંધોની વાત આવે ત્યારે છઠ્ઠી ઈન્દ્રિય ધરાવે છે. હું અને રણબીર પ્રથમ ફ્રેન્ડ્સ બન્યાં ત્યારે અમારી જોડી ઉત્તમ બની રહેશે એવું ભાંખ્યું હતું. તેણે મને કહ્યું હતું, આલિયા, તારી શોધ આ જ છે.”

કરણ જોહર ઉમેરે છે, “હું જાણતો હતો! Iહું જાણતો હતો કે તેમની ફ્રેન્ડશિપ કાંઈક વિશેષમાં પરિણમશે અને તે આજીવન ચાલશે.”

અમે મેચમેકિંગ વિશે જાણતા નથી, પરંતુ કરણ દેખીતી રીતે જ બોલીવૂડની ઘેલી દુનિયામાં શું થવાનું છે તેની પર બાજનજર રાખે છે! તો મજેદાર વાર્તાલાપ અને નોન- સ્ટોપ હાસ્ય માટે તૈયાર રહો! જોતા રહો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો, દરેક શનિવારે ફક્ત નેટફ્લિક્સ પર!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.