રણબીર- દીપિકા ફરી ‘યે જવાની હૈ દિવાની’માં સાથે જોવા મળશે
મુંબઈ, કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ ગણાતી ‘યે જવાની હૈ દિવાની’ની સિક્વલની જાહેરાત હોવાનું કેટલાંક લોકો માને છે. કરણ જોહરે એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં રણબીર અને દીપિકા જોવા મળે છે.
કરણ જોહરે શેર કરેલા વીડિયોમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ‘યે જવાની હૈ દિવાની’ની કેટલીક ક્ષણો દેખાય છે. ધર્મા પ્રોડક્શન્સના એક્સ અકાઉન્ટ પર પણ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને તરત જ વાયરલ થઈ ગયો હતો.
તેથી આ ફિલ્મના ઘણા ફૅન્સને લાગ્યું હતું કે કદાચ આ ફિલ્મની સિક્વલ માટેનો આ સંકેત છે. ધર્માના સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલાં વીડિયોમાં દીપિકાના અવાજમાં ડાયલોગ સંભળાય છે કે ‘યાદો મીઠાઈના ડબ્બા જેવી હોય છે.’ આ વીડિયો સાથે કૅપ્શનમાં લખાયું હતું, “મીઠાઈ કા ડબ્બા ખુલ ગયા હૈ, લાઇનમાં જોડાઈ જાવ દોસ્તો..
યે જવાની હે દિવાની”તેથી દર્શકોએ માન્યું હતું કે આ ફિલ્મની સિક્વલ માટેની પોસ્ટ છે. કોઈએ કમેન્ટમાં આ રીતે લલચાવીને મૂર્ખ ન બનાવવા કહ્યું હતું, તો કોઈએ ફરી એ જ કાસ્ટ સાથે બીજી માસ્ટરપીસ ફિલ્મની ડિમાન્ડ મુકી હતી. તો કોઈએ કહ્યું હતું કે રણબીર વિના તો આ ફિલ્મ બનાવવાનો વિચાર પણ ન કરતા.
જોકે, એક વખત રણબીરે આ ફિલ્મની સિક્વલ વિશે કહ્યું હતું, “મને લાગે છે યે જવાની હે દિવાનીની સિક્વલ સારી બની શકે, અયાન પાસે સારી સ્ટોરી પણ હતી, મને યાદ છે, પણ પછી એ એની બ્રહ્માસ્ત્રની સફરમાં લાગી ગયો. મને લાગે છે કે આ સ્ટોરી ફિલ્મની સ્ટોરીના દસ વર્ષ પછી આગળ વધે છે, જ્યાં બન્ની, નૈના, અવિ અને અદિતિ, તેમની અલગ લાઇફ જીવે છે.
મને લાગે છે આ પ્રકારે પાત્રોને બતાવીને સારી ફિલ્મ બની શકે.” રણબીરે સ્ક્રિપ્ટ બાબતે આપેલી માહિતી નક્કર રીતે આગળ વધી રહી હોવાનો સંકેત કરણ જોહરે આપ્યો હતો.
કરણે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે હાલ તો આ ફિલ્મ રીરિલીઝ થઈ રહી છે અને ૩ જાન્યુઆરીથી ફરી થિએટરમાં જોઈ શકાશે. ધર્માના પેજ પરથી પણ આ જાહેરાત કરવામાં આવી હતી. રણબીર અને કરણે આપેલા સંકેતોને જોતાં આધુનિક રોમેન્ટિક ફિલ્મની સીક્વલ બનવાની શક્યતા વધી છે.SS1MS