Western Times News

Gujarati News

રણબીર કપૂર અને આલિયાના લગ્નની તસવીરો થઈ વાઇરલ

#RanbirAliaWedding

મુંબઈ: આલિયા ભટ્ટનું કપૂર એન્ડ સન્સ ફિલ્મનું સોંગ લડકી બ્યુટી ફૂલ કર ગઈ ચુલ ભારે હિટ થયું હતું. ત્યારે આલિયાની બ્યુટી પર મોહી ગયા બાદ રણબીર કપૂર અને આલિયાની ઓળખ ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડ તરીકે થતી હતી. Ranbir Kapoor and  Alia Bhatt’s First Public Appearance After Marriage in Mumbai.

જોકે હવે આ ટેગ દૂર થયું છે કારણ કે, સપ્તપદીના સાત ફેરા ફરી રણબીર-આલિયા પતિ-પત્ની બની ગયા છે. લગ્નના બંધને બંધાઈ ગયા બાદ સૌ પ્રથમ વાર આ નવદંપતિની તસવીરો વાઇરલ થઈ છે.

બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઇ ગયા છે. આ ગ્રાંડ વેડિંગની મોસ્ટ અવેટિડ તસવીરોની દરેક કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. હવે તસવીરો સામે આવી ગઇ છે. લગ્નની વિધિ બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘વાસ્તુ’ના ટેરેસ પર આવ્યા. આ દરમિયના બંને ફોટોશૂટ કરતાં જોવા મળ્યા.

હવે લગ્ન બાદ રણબીર-આલિયાની આ સૌથી પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેનાથી બન્નેના ફેન્સમાં ખુશી છવાઈ છે. સોશ્યલ મીડિયા પર તેમના ચાહકોને આ કપલની તસવીરો ખૂબ પસંદ પડી છે. ફેન્સ દ્વારા લાઈક-કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.