રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરે સોન્ગમાં બદલ્યા ૧૬ આઉટફિટ
મુંબઈ, તુ જૂઠી મેં મક્કારના નિર્માતાઓ ફિલ્મના પ્રથમ સોન્ગ તેરે પ્યાર મેંના રિલીઝ માટે તૈયાર છે. જણાવી દઈએ કે ફિલ્મના ટ્રેલરમાં આ સોન્ગની થોડી ઝલક દર્શાવવામાં આવી હતી અને માત્ર એક ઝલકને જાેઈને જ દર્શકો આ સોન્ગની રાહ જાેઈ રહ્યાં છે.
ટ્રેલરમાં દર્શાવેલા નાનકડા ભાગ પહેલેથી જ ધૂમ મચાવી છે. ત્યારે આ સોન્ગના રિલીઝ સાથે ઘણી આશાઓ જાેડાયેલી છે. આ સોન્ગમાં અરિજિત, રણબીર, પ્રીતમ અને અમિતાભના અવાજનો જાદુઈ સંગમ એકસાથે સાંભળવા મળશે, જેને લઈને દર્શકો પહેલેથી જ એક્સાઈટેડ છે.
આશા છે કે આ એક હિટ મેલોડી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ સોન્ગ તેરે પ્યાર મેં’ સ્પેનમાં શૂટ કરવામાં આવ્યું છે અને તેમાં એથી એક અદભૂત સાઈટ દર્શાવવામાં આવી છે જે સોન્ગમાં વાઈબ્રેન્સી ઉમેરે છે અને તેને વધુ આકર્ષક બનાવે છે.
રણબીર અને શ્રદ્ધાના અદભૂત દેખાવ અને તેમના ૧૬ કોસ્ચ્યુમ ચેન્જીસ સોન્ગનું આકર્ષણ છે. જ્યારે નિર્માતાઓએ રણબીર અને શ્રદ્ધા બંને સ્ક્રીન પર પ્રથમ વખત એકસાથે લાવી રહ્યા છે ત્યારે તેમના ફેન્સ પણ ઘણા જ એક્સાઈટેડ છે. આ સોન્ગમાં તેમના કોસ્ચ્યુમ તે ટ્રેન્ડસેટિંગ છે. તેમની જાેડી પ્રથમ વખત સાથે હોવાથી એકદમ ફ્રેશ લાગશે, સાથે જ તેમના સ્ટાઈલીશ આઉટફીટ સોન્ગને આકર્ષક બનાવે છે.
આઉટફીટ વિશે વાત કરતા કોસ્ચ્યુમ ડિઝાઇનર સમિધા વાંગનુ કહે છે, “તેરે પ્યાર મેં સોન્ગ માટે લવ સર દ્વારા રણબીર કપૂર અને શ્રદ્ધાના કોસ્ચ્યુમને યંગ અને વાઈબ્રન્ટ રાખવાનો પ્રયાસ કરવાનો હતો.
તે ન હતા ઈચ્છતા કે તે આઉટફીટ પ્રીપી બને. સોન્ગના મૂડ અને વાઇબની જેમ જ તેને સિમ્પલ અને મિનિમમ રાખવા છતાં મનોરંજક, ફ્લર્ટી, ફ્રેશ અને પ્લેફુલ રાખવાનો મુખ્ય ગોલ હતો. તેથી અમે સોન્ગને રિલેટેબલ છતાં અસ્પાઈરિંગ કોસ્ટ્યુમ ડિઝાઈન કર્યા હતા.
ખૂબ તૈયારી અને એક્સિક્યુશન વચ્ચે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તમામ ૧૬ લુક્સ સુંદરતા અને એકબીજાની પ્રશંસા કરવા માટે બનાવવામાં આવ્યા હતા. કલાકારોના કોસ્ચ્યુમ આકર્ષક લાગે તે સુનિશ્ચિત કરવા માટે, સમિધાએ તમામ તૈયારીઓ કરી હતી.
તેના વિશે વાત કરતાં, તે કહે છે કે, અમે દરેક માટે લગભગ ૧૬ ફેરફારો કર્યા હતા અને મને લાગે છે કે આ સોન્ગ માટે મેં અત્યાર સુધી કરેલા સૌથી વધુ ફેરફારો છે. રણબીર અને શ્રદ્ધા બંને પહેલાથી જ એટલા અદભૂત અને ફિટ છે કે તેણે મારા કામનો એક ભાગ સરળ બનાવ્યો છે, પરંતુ હું એ વાતનો ઈન્કાર કરી શકતી નથી કે તેઓ પહેલાથી જ જેટલા સારા છે તેના કરતા વધુ સારા દેખાડવા મારી માટે એક પડકાર હતો.
આ સિવાય સ્પેનના લોકેશન પણ એટલા સુંદર હતા કે અમે ખાતરી કરી હતી કે દરેક વસ્તુ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. સ્થાનુક લોકો પાસેથી લોકોશન વિશે વધુ માહિતી મેળવીને અમે તેને ડ્રેસીસમાં રિફ્લેક્ટ કરવાની કોશિશ કરી છે. આ વિશે વાત કરતા સમિધા વધુમાં કહે છે કે “આ સોન્ગ માટે ઘણું સોર્સિંગ સ્થાનિક બ્રાન્ડ્સ અને બજારોમાંથી સ્પેનમાં જ કરવામાં આવ્યું હતું.
તેમના દેખાવને એકસાથે લાવવો તે અત્યંત રોમાંચક હતું. હવે આ બધા સાથે અમે ફક્ત સોન્ગ વિશે ઉત્સાહિત નથી, પણ રણબીર અને શ્રદ્ધાને તેમની ભવ્યતામાં કેવા દેખાય છે તે જાેવા માટે પણ ઉત્સુક છીએ! જ્યારે પ્રેક્ષકો આ આઉટફીટ ડિજિટલી રિલીઝ થયેલા સોન્ગમાં જ જાેશે તો કેટલાક માત્ર ફિલ્મમાં જાેવા જશે, જે પણ હોય અમે રાહ જાેઈ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે તુ જૂઠી મેં મક્કારનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું નિર્માણ લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝના ગુલશન કુમાર અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ફિલ્મ હોળી પર ૮ માર્ચ ૨૦૨૩ ના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.SS1MS