રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ Tu Joothi Mein Makkar તાજગીથી ભરપૂર છે
મુંબઈ, Ranbir Kapoor and Shraddha Kapoor Starrer ‘Tu Joothi Mein Makkar’ ૮ માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરના ફેન્સ લવ રંજનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મની લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, રોહન અરોરા (રણબીર કપૂર) અને નિશા મલ્હોત્રા (શ્રદ્ધા કપૂર) દિલ્હીના છે.
બંને દિલ્હીના અમીર પરિવારમાંથી આવે છે. બંને સ્પેનમાં રજાઓ ગાળવા જાય છે. પહેલી નજરે જ બંને વચ્ચે કનેક્શન થઈ જાય છે. બંને વચ્ચે નવા જમાનાનો પ્રેમ પાંગર્યો છે. પરંતુ આ મોડર્ન લવ સ્ટોરીમાં પણ કેટલાય પેચ છે. પ્રેમ નવા જમાનાનો છે ત્યારે મૂંઝવણો અને પરેશાનીઓ પણ નવી જ હશે તે સ્વાભાવિક છે. ૨૦૧૮માં લવ રંજનની રોમેન્ટિક કોમેડી ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ હિટ રહી હતી.Ranbir Kapoor and Shraddha Kapoor starrer Tu Juthi Mein Makkar
ફિલ્મમાં સોનૂ, ટીટૂ અને તેની સ્વીટી હતી. આજે પણ લોકોને આ ફિલ્મનું નામ યાદ રાખવામાં તકલીફ પડે છે. નેમ ગેમને ડાયરેક્ટરે ‘તુ જૂઠી મેં મક્કાર’ સાથે આગળ ધપાવી છે. ફિલ્મના મોટાભાગમાં દર્શકો કન્ફ્યૂઝ રહે છે કે રણબીરના પાત્રને રોહન, મિકી કે જિતેન્દ્રના નામે બોલાવવો. બાદમાં સ્પષ્ટ થાય છે કે તેના તો કેટલાય નામ છે. આવું જ શ્રદ્ધા કપૂર માટે પણ છે. તે નિશા પણ છે અને ટિન્ની પણ. તેની બેસ્ટફ્રેન્ડ છે અને તેનું નામ કિન્ની (મોનિકા ચૌધરી) છે. ફિલ્મમા અનુભવ સિંહ બસ્સીએ રણબીર કપૂરના બેસ્ટ ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું છે.
બેસ્ટફ્રેન્ડ ઉપરાંત તે રણબીરનો બિઝનેઝ પાર્ટનર પણ છે. બંને છોકરાઓ પરિવારનો બિઝનેસ સંભાળે છે અને સાથે જ રિલેશનશીપ ગુરુ પણ છે, તેઓ બ્રેકઅપ સર્વિસ ચલાવે છે. તેઓ કહે છે કે, આ તેમનો સાઈડ બિઝનેસ છે. સંબંધ પૂરો કરવામાં જે મદદ જરૂરી હોય તે પ્રમાણેનું તેઓ પેકેજ ચલાવે છે. જાેકે, નસીબ પલટાય છે અને મિકીની આ જ ખાસિયત તેને ડંખ મારે છે.
#ShowMeTheThumka is your perfect song for today coz it has Thoda Latka Jhatka and loads of #Hungama!
👉 https://t.co/kUUGvTUnq3@ShraddhaKapoor @LuvFilms @TSeries @SunidhiChauhan5 @shashwatsingh93 #RanbirKapoor pic.twitter.com/piLgkDpfWX— Hungama.com (@Hungama_com) February 21, 2023
છેલ્લા કેટલાય સમયથી એવી ફિલ્મ નથી આવી જેનો ફર્સ્ટ હાફ અને સેકંડ હાફ સંપૂર્ણપણે અલગ હોય. ઈન્ટરવલ પહેલા આ ફિલ્મ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘તમાશા’ના કોર્સિકાવાળા ચેપ્ટર જેવી લાગે છે.
જ્યારે ઈન્ટરવલ બાદ આ ફિલ્મ સૂરજ બડજાત્યા અને કરણ જાેહરની કોકટેલ જેવી લાગે છે, જેને લવ રંજને પ્રિયદર્શનના અંદાજમાં પરોવી છે. ફિલ્મના પહેલા ભાગમાં સુંદર સમુદ્ર કિનારો છે, બિકીનીમાં હીરોઈન છે, સ્વીમવેરમાં હીરો છે અને નાચવા મજબૂર કરી દે તેવા ગીતો છે.
આ બધું જ જાેઈને આંખોને ઠંડક થાય છે પરંતુ લક્ષ્યહીન લાગે છે. ફિલ્મના પાત્રો શું ઈચ્છે છે તે ખબર નથી. એવામાં દર્શક તરીકે આપણે એ જાેવાની અને સમજવાની કોશિશ કરીએ છીએ જે બતાવાયું અને સમજાવાયું નથી. ફિલ્મમાં કાર્તિક આર્યનનો શાનદાર કેમિયો છે.
આ ફિલ્મની વાર્તા માટે બૂસ્ટરની જેમ કામ કરે છે કારણકે સેકંડ હાફમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે અને ફેમિલી એન્ટરટેઈનર બની જાય છે.SS1MS