ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે નથી લીધી કોઈ ફી

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતાને માણી રહ્યા છે, જેણે વર્લ્ડવાઈડ ટિકિટ વિન્ડો પર અત્યારસુધીમાં ૩૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જીએ એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મ ઘણા બધા અંગત બલિદાનના કારણે બની હોવાનું જણાવ્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’ના બજેટ અંગે ઘણી અટકળો ચાલી રહી હતી.
કેટલાક રિપોર્ટ્સમાં આ ફિલ્મ ૪૦૦ કરોડના મેગાબજેટમાં બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ તેવી પણ વાતો હતી કે જાે રણબીર અને આલિયાની ફી ગણવામાં આવે તો બજેટ ૬૫૦ કરોડનું હતું.
ટ્રેડ એનાલિસ્ટ સાથે વાત કરતાં, અયાન મુખર્જીએ કહ્યું હતું કે, આ ફિલ્મ માટે ઘણા અંગત બલિદાનની જરૂર પડી હતી અને તે વાત સાચી છે કે એક એક્ટર તરીકે રણબીર ઘણી રકમ લઈ શકે છે પરંતુ ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેણે ફી પેટે એક પણ રૂપિયો લીધો નથી. તેણે ઉમેર્યું હતું કે, આ મોટી બાબત છે કારણ કે તેમના બલિદાન વગર આ ફિલ્મ બનાવવી શક્ય નહોતી.
અયાન મુખર્જીની સાથે રહેલા રણબીર કપૂરે પણ તેણે ફી ન લીધી હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે ‘આ મારા જીવનના રોકાણ કમાણી સમાન છે. હું આ ફિલ્મનો કો-પ્રોડ્યૂસર પણ છું. અમે ફિલ્મના લોન્ગ ટર્ન રન વિશે વિચારી રહ્યા છીએ.
મેં તેના પાર્ટ-૧ માટે એક પણ રૂપિયો લીધો નથી, કારણ કે મને પૂરો વિશ્વાસ છે તે ફિલ્મ ત્રણ ભાગમાં બનશે, જે એક એક્ટર તરીકે મને મળનારી કોઈ પણ કિંમતથી ઉપર છે’. અયાન મુખર્જીએ તેમ પણ કહ્યું હતું કે, ૨૦૧૪માં આલિયા ભટ્ટ તેમની સાથે જાેડાઈ હતી અને તેની થોડી જ ફિલ્મો રિલીઝ થઈ હતી.
તેણે ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મ માટે આલિયાની રકમ ફિક્સ હતી અને તે મોટી મોટી નહોતી પરંતુ તે નાની ફિલ્મ પણ તેના મેકિંગમાં ખર્ચ થઈ ગઈ. ફિલ્મ માટે આલિયાએ પણ બધું જતું કર્યું.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની અપકમિંગ ફિલ્મ ‘રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. ‘ગલી બોય’ બાદ બંનેની સાથેમાં આ બીજી ફિલ્મ છે. આ સિવાય તે હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે અને તે પ્રોજેક્ટનું શૂટિંગ તેણે આટોપી લીધું છે. બીજી તરફ રણબીર કપૂર પાસે શ્રદ્ધા કપૂર સાથેની લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ છે.SS1MS