‘લવ એન્ડ વોર’ની તૈયારી, એરપ્લેન મોડમાં રણબીર કપૂર

મુંબઈ, સંજય લીલા ભણસાલી મોટા બજેટ સાથે ‘લવ એન્ડ વોર’ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લીડ રોલ છે. તેમની સાથે વિકી કૌશલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં દિલધડક એક્શન સીક્વન્સની સાથે ભવ્ય સેટ્સ અને ભણસાલી સ્ટાઈલના ગીતો પણ રહેવાના છે.
આ ફિલ્મના રોલ માટે રણબીર કપૂર સજ્જ થઈ રહ્યો છે અને તેણે પરસેવો પાડવામાં કોઈ કસર રાખી નથી. ફિલ્મ માટે રણબીરની તૈયારીને દર્શાવતો એક ફોટોગ્રાફ્સ શેર કર્યાે છે. કેપ્શનમાં ‘લવ એન્ડ વોર’નો ઉલ્લેખ કરાયો છે અને ‘એર પ્લેન મોડ’ લખી પોતાની મહેનતની વાત થઈ છે. કરિયરની શરૂઆતમાં ચોકલેટી હીરો તરીકે ઓળખ મેળવનાર રણબીર કપૂરે ઈમોશન-એક્શનના ઈન્ટેન્સ સીન્સ કરેલા છે.
પોતાના દરેક રોલમાં જીવ રેડી દેવાનો પ્રયાસ કરનારા રણબીરના ટ્રેનેરે તાજેતરમાં શેર કરેલી પોસ્ટ ધૂમ મચાવી રહી છે. આ પોસ્ટમાં રણબીર કપૂર પોતાના બંને હાથથી આખા શરીરને ઊંચું કરેલું છે અને પગથી લઈ માથા સુધી ગજબનું સંતુલન રાખ્યું છે.
રણબીરના ફિટનેસ ટ્રેનરે નામે આ પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં રણબીરની ફિટનેસના વખાણ કરતાં ટ્રેનરે ‘એર પ્લેન’ મોડ લખ્યુ હતું. ફેબ્›આરી મહિનામાં ‘લવ એન્ડ વોર’ના સ્ટાર્સ આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે રણબીર કપૂરે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો જન્મદિવસ ઉજવ્યો હતો.
આલિયાએ બાદમાં બર્થ ડે પાર્ટીના ફોટોગ્રાફ શેર કર્યા હતા. નાઈટ શૂટમાંથી બ્રેક લઈ બર્થ ડે પાર્ટીની ઝલક આપતી વખતે આલિયાએ ‘છાવા’ની સફળતા બદલ વિકી કૌશલને અભિનંદન પણ આપ્યા હતા.
રણબીર અને ભણસાલીએ અગાઉ ‘સાવરિયા’માં સાથે કામ કર્યું હતું, જે રણબીરની પહેલી ફિલ્મ હતી. વર્ષાે બાદ રણબીર અને ભણસાલી સાથે કામ કરવાના છે, જ્યારે વિકી અને ભણસાલી પહેલી વખત કોઈ ફિલ્મમાં જોડાઈ રહ્યા છે.SS1MS