Western Times News

Gujarati News

ફિલ્મ એનિમલ માટે રણબીર કપૂરે ફીમાં કર્યો ૫૦% નો ઘટાડો

મુંબઈ, જ્યારથી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી અભિનેતા અને ફિલ્મ બંને ચર્ચાનો વિષય બની છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર એટલો ખતરનાક અંદાજમાં જાેવા મળ્યો છે કે તે આજ સુધી કોઈ ફિલ્મમાં જાેવા મળ્યો નથી. તેથી, ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

હાલમાં જ જાેરદાર ચર્ચા હતી કે રણબીર કપૂરે આ અવતારમાં દેખાવા માટે ૭૦ કરોડ રૂપિયાની ભારે ફી લીધી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ રિપોર્ટ ખોટો છે. હકીકતમાં, આ ફિલ્મ માટે અભિનેતાએ તેની નિયમિત ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કર્યો છે.

વાસ્તવમાં એનિમલનું મેકિંગ બે વર્ષથી ચાલી રહ્યું છે અને ફિલ્મમાં ઘણો વિલંબ થયો છે. ફિલ્મના નિર્માણમાં મોટી ફીના કારણે કોઈપણ પ્રકારના દબાણને ટાળવા માટે, રણબીરે તેની ૭૦ કરોડ રૂપિયાની કથિત ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો ર્નિણય કર્યો. હા, અભિનેતાએ આ ફિલ્મ માટે ૩૦ થી ૩૫ કરોડ રૂપિયા લીધા છે.

ઉપરાંત, અભિનેતાએ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા અને ભૂષણ કુમાર સાથે નફો શેર કરવાનો સોદો કર્યો છે. અન્ય સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવી રહેલી રશ્મિકા મંદન્નાને તેના રોલ માટે ૪ કરોડ રૂપિયાની ફી મળી છે રણબીર કપૂરના પિતાનું પાત્ર ભજવી રહેલા અનિલ કપૂરે ૨ કરોડ રૂપિયાની ફી લીધી છે. તે જ સમયે, ખતરનાક વિલન અવતારમાં જાેવા મળતા બોબી દેઓલને ૪ કરોડ રૂપિયા મળ્યા છે.

જાે ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે. જણાવી દઈએ કે, આ ફિલ્મ ૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.