રણબીર કપૂરે કોઈપણ નવા પ્રોજેક્ટ સાઈન કરવાનો ઈનકાર કર્યો
મુંબઇ, અભિનેતા રણબીર કપૂરે પત્ની આલિયા ભટ્ટની ડિલિવરી સમયે પેટર્નિટી લીવ લેવાનું નક્કી કર્યું છે. તે થોડા સમય માટે ફિલ્મ શૂટિંગ સહિતનાં કામોમાંથી બ્રેક લેશે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર રણબીર ઈચ્છે છે કે આલિયાની ડિલિવરી ડેટ નજીક આવે ત્યારે પોતે વધારેમાં વધારે સમય તેની સાથે હોય.આ ઉપરાંત રણબીર એમ પણ ઈચ્છે છે કે ડિલિવરી પછી આલિયા ઝપાટાભેર કામ પર પાછી ફરી શકે. આ માટે રણબીર પોતે નવજાત બાળકને સંભાળવા માટે પૂરતો સમય ફાળવશે.
ઉલ્લેખનીય છે કે આલિયાની ડિલિવરી ડેટ ડિસેમ્બર માસમાં હોવાનું મનાય છે. રણબીરે તેના ‘એનિમલ’ ફિલ્મ સહિતના પ્રોજેક્ટસ ઝપાટાભારે આટોપવા માંડયા છે. બીજી તરફ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ આલિયા માટે જ અટકાવાયું છે અને આલિયા પાછી ફરે તે પછી તેનું શૂટિંગ આગળ વધારાશે.HS1MS