રણબીર કપૂર સ્નીકર્સ પાછળ જ ખર્ચે છે રૂપિયા

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ તેમના જીવનનો શ્રેષ્ઠ સમય ગાળી રહ્યા છે. ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન કરનારું આ પાવર કપલ હવે આતુરતાથી પોતાના પહેલા સંતાનની રાહ જાેઈ રહ્યું છે. જૂન મહિનામાં જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી.
પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આલિયા અને રણબીરે મુંબઈમાં જ આવેલા પોતાના ઘરની બાલ્કનીમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
હવે તેઓ નાનકડા મહેમાનની રાહ જાેઈ રહ્યા છે. આજકાલ મીડિયામાં રણબીર કપૂરને ફિલ્મો ઉપરાંત તેના આવનારા બાળક અંગે સવાલ કરવામાં આવે છે. જેના રણબીર રસપ્રદ જવાબ આપતો જાેવા મળે છે. રણબીરને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તે પોતાની કઈ આદત પોતાના દીકરા કે દીકરીને આપવા માગે છે, જેનો તેણે મસ્ત જવાબ આપ્યો છે.
રણબીર કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને વાણી કપૂર પણ મહત્વના રોલમાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન લગભગ રોજ મીડિયા સાથેની વાતચીતમાં રણબીર આવનારા બાળક વિશે કંઈક વાત તો કરે જ છે. તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીરે ખુલાસો કર્યો છે કે તેને સ્નીકર્સનો ગાંડો શોખ છે અને આ જ ટેવ તે પોતાના બાળકોમાં પણ ઉતરે તેવું ઈચ્છે છે. રણબીરનું કહેવું છે કે, હાલ તે માત્ર સ્નીકર્સ પાછળ રૂપિયા ખર્ચી રહ્યો છે.
મારી ઉંમર વધી રહી છે તેમ ભૌતિક વસ્તુઓમાંથી મારો રસ ઘટી રહ્યો છે. હાલ મારું ઘર બની રહ્યું છે અને તેના માટે હું અતિ ઉત્સાહિત છું. હું ફર્નિચર અને ઘરવખરીની વિવિધ વસ્તુઓ ખરીદી રહ્યો છું. હું પહેલા અવારનવાર કાર ખરીદતો હતો જે મેં હવે બંધ કરી દીધું છે.
હાલ હું જે કારમાં ફરું છું તે આઠ વર્ષ જૂની છે. મને જ્વેલરી કે ઘડિયાળ ખરીદવી પસંદ નથી. હું શોપોહોલિક નથી. પરંતુ સ્નીકર્સ એવી વસ્તુ છે જે હું ખરીદતો રહું છું કારણકે આ એવા પ્રકારના પગરખાં છે જેમાં હું સૌથી વધુ કમ્ફર્ટેબલ છું.
મને આશા છે કે મારો આ શોખ મારા બાળકોમાં પણ ઉતરે. મારા દીકરા કે દીકરીને પણ હું સ્નીકર્સના શોખીન બનાવીશ”, તેમ રણબીર કપૂરે જણાવ્યું. વર્કફ્રંટની વાત કરીએ તો, ‘શમશેરા’ બાદ રણબીર કપૂર હવે અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં પત્ની આલિયા ભટ્ટ સાથે દેખાશે. આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ સિવાય ‘એનિમલ’ અને લવ રંજનની અનામી ફિલ્મમાં પણ રણબીર જાેવા મળશે.SS1MS