Western Times News

Gujarati News

એનિમલ બ્લોકબસ્ટર બાદ રણબીર કપૂરે ચાર્જ વધાર્યો

મુંબઈ, બોલિવુડ સ્ટાર રણબીર કપૂરે પોતાના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ આપીને પોતાને ફરી સાબિત કર્યો છે. રણબીરે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ તેને પહેલા ક્યારેય એનિમલ જેવી સફળતા મળી નથી.

આ ફિલ્મે તેને ટોપ સ્ટાર્સની લિસ્ટમાં સામેલ કરી દીધો છે અને પોતાના કામથી તેને લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. પરંતુ એનિમલમાં બતાવવામાં આવેલી હિંસા પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે. પરંતુ સ્થિતિ એવી છે કે ફિલ્મ રિલીઝના એક મહિના પછી પણ થિયેટરોમાં લાખોની કમાણી થઈ રહી છે.

એનિમલે રિલીઝના પહેલા જ દિવસે સાબિત કરી દીધું હતું કે આ ફિલ્મ લાંબી ઈનિંગ રમવાની છે. ફિલ્મ રિલીઝના ૪૪માં દિવસે પણ થિયેટરોમાં કારોબાર થઈ રહ્યો છે. હવે એનિમલની શાનદાર સફળતાની અસર રણબીરની ફી પર પણ જોવા મળી રહી છે. ફિલ્મની શાનદાર સક્સેસ બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂરે પોતાની ફીમાં વધારો કર્યો છે. એનિમલની સફળતાની અસર માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ રણબીર કપૂરની ફીમાં પણ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ રણબીરે તેની ફી ૩૦ રૂપિયાથી વધારીને ૬૫ કરોડ રૂપિયા કરી દીધી છે. પરંતુ રણબીર પહેલા મોટા સ્ટાર્સ પણ આવુ પગલું ભરી ચુક્યા છે. સ્ટાર્સ ઘણીવાર તેમની ફિલ્મો હિટ થયા પછી આવું કરે છે. ફિલ્મ સ્ટાર્સની ફિલ્મો એક પછી એક ફ્લોપ થવા લાગે છે, તો તેઓ તે મુજબ તેમની ફી ઘટાડે છે.

જે રીતે અક્ષય કુમારે તેની ફિલ્મો માટે ઘણી વખત કર્યું છે. એનિમલ પહેલા રણબીર કપૂર ફિલ્મ સંજુમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને ઘણી પ્રશંસા મળી હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. સાથે જ એનિમલ રિલીઝના ૪૪માં દિવસે પણ લાખોનો બિઝનેસ થઈ રહ્યો છે.

આ ફિલ્મની નજર હવે ૧૦૦૦ કરોડના આંકડા પર છે. રણબીરની પાછલી ફિલ્મ સંજુનું લાઈફટાઈમ કલેક્શન ૩૪૨.૫૩ કરોડ છે. પરંતુ એનિમલ બાદ એક્ટરે આ રેકોર્ડ તોડ્યો છે. હવે ફેન્સ રણબીરના અપકમિંગ પ્રોજેક્ટ્‌સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે રણબીર તેની અપકમિંગ ફિલ્મ માટે કેટલી ફી લેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.