Western Times News

Gujarati News

રણબીર કપૂર ગરીબ બાળકોને દેખાડશે ફિલ્મ આદિપુરુષ

મુંબઈ, એક્ટર પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષનો ક્રેઝ વધી રહ્યો છે. ફિલ્મના ગીતો અને ૨ ટ્રેલર બહાર આવી ગયા છે. હવે રિલીઝના આઠ દિવસ પહેલા આ ફિલ્મ માટે સિનેમા જગતના લોકોનો પણ ક્રેઝ જાેવા મળી રહ્યો છે.

અગાઉ ધ કાશ્મીર ફાઇલ્સના નિર્માતાએ આ ફિલ્મ માટે ૧૦,૦૦૦ ટિકિટનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને હવે અભિનેતા રણબીર કપૂરે પણ કંઈક આ પ્રકારે જ જાહેરાત કરી છે. એક્ટર રણબીર કપૂર આ ફિલ્મ આદિપુરુષ ગરીબ બાળકોને મફતમાં દેખાડશે. આ માટે રણબીર કપૂર કુલ ૧૦,૦૦૦ ટિકિટો બુક કરાવશે.

જે બાળકો ટિકિટ ખરીદી શકતા નથી તેઓ પણ આ ફિલ્મ આદિપુરુષ જાેઈ શકશે. તમને જણાવી દઈએ કે ધ કાશ્મીર ફાઈલ્સના નિર્માતા અભિષેક અગ્રવાલે તેલંગાણામાં ૧૦,૦૦૦થી વધુ ટિકિટોની વહેંચણી કરવાની જાહેરાત કરી છે. તેઓ તેલંગાણામાં સરકારી શાળાઓ, વૃદ્ધાશ્રમો અને અનાથાલયોના બાળકો માટે આદિપુરુષની ટિકિટો બુક કરશે. આદિપુરુષમાં પ્રભાસ ભગવાન રામ, સૈફ લંકેશ રાવણ જ્યારે ક્રિતિ સેનન સીતા દેવીના રોલમાં જાેવા મળશે.

‘આદિપુરુષ’ના રિલીઝ કરાયેલા પોસ્ટરમાં એક્ટર પ્રભાસના હાથમાં ધનુષ જાેવા મળી રહ્યું છે. ‘આદિપુરુષ’ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. રામનગરી અયોધ્યામાં ‘આદિપુરુષ’નું પોસ્ટર અને ટીઝર લૉન્ચ કરાયું હતું.

ગત વર્ષે અયોધ્યામાં સરયુ નદીના તટ પર ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને પ્રભાસ તેમજ ક્રિતિ સેનન પણ ત્યાં પહોંચ્યા હતા. ઓમ રાઉતે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’થી હિન્દી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પણ સ્ટુડિયોમાં શૂટ થઈ હતી અને તેના પણ VFX કમાલના હતા.

સ્ટુડિયોમાં જ ફિલ્મ શૂટ કરીને પછી તેમાં ઈફેક્ટ્‌સ આપવી પશ્ચિમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રચલિત કોન્સેપ્ટ છે અને ભારતના ફિલ્મમેકર્સને પણ આ પસંદ પડી રહ્યો છે તેમ સૂત્રએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.