એકદમ શાંત છે રણબીર કપૂરની દીકરી રાહા કપૂર
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે ગત વર્ષ આશીર્વાદ સમાન રહ્યું. પાંચ વર્ષના રિલેશન બાદ તેઓ લગ્નના બંધનમા બંધાયા અને તેમના ઘરે દીકરીનો જન્મ થયો, જેનું નામ રાહા પાડવામાં આવ્યું છે. રાહાનો જન્મ થયો ત્યારથી આલિયા અને રણબીરના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે.
તેઓ પેરેન્ટ્સ ડ્યૂટીમાં વ્યસ્ત થઈ ગયા છે અને કોઈ પાર્ટીમાં જાય તો પણ સમયસર ત્યાંથી રવાના થવાનું પસંદ કરે છે. બોલિવુડના આ ક્યૂટ કપલની દીકરી બે મહિનાની થઈ ગઈ છે. જાે કે, તેમણે હજી સુધી સોશિયલ મીડિયા પર તેનો ચહેરો બતાવ્યો નથી.
જાે કે, તેમની નજીકની એક વ્યક્તિએ રાહા કોના જેવી લાગે છે અને તોફાની છે કે કેમ તેનો ખુલાસો કર્યો છે. આલિયા અને રણબીરની નજીકની વ્યક્તિએ બોલિવુડ લાઈફ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, રાહા મમ્મી અને પપ્પાનું મિશ્રણ છે. તે હજી બે મહિનાની જ છે તેથી મોટી થઈને કોના જેવી દેખાશે તે કહેવું મુશ્કેલ છે. જાે કે, આલિયા અને રણબીર ઈન્ડસ્ટ્રીના ગુડ લૂકિંગ સેલેબ્સ તેમજ ટેલેન્ટેડ છે.
તેથી, રાહા પણ મોટી થઈને તેમના જેવી બનશે તેવી ખાતરી છે. તે તોફાની છે કે શાંત તેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, તે એકદમ શાંત છે અને સહેજ પણ ચીડચીડી નથી. સામાન્ય રીતે બાળકો રાતે ઊંઘતા નથી પરંતુ રાહા અલગ છે. તે રાતે ઊંઘી રહે છે અને મમ્મી આલિયાને પણ શાંતિથી ઊંઘવા દે છે.
અગાઉ રિપોર્ટ્સ હતા કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે વધારે સમય સુધી દીકરી રાહાનો ચહેરો ન છુપાવવાનું નક્કી કર્યું છે. રાહા છ મહિનાની થશે એટલે તેઓ તેનો ચહેરો બતાવશે. એક્ટ્રેસ જાણે છે કે, તે દીકરી રાહાનો ચહેરો છુપાવવા માટે ગમે એટલો પ્રયાસ કેમ ન કરી લે પરંતુ ક્યારેક તો કોઈ તેની તસવીર વાયરલ કરી જ દેશે. તેથી, તે આ બાબતે વધારે સ્ટ્રેસ લેવા માગતી નથી.
આલિયા અને રણબીર ખૂબ જલ્દી દીકરી સાથે મિનિ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે.
ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે. આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે. થોડા દિવસ પહેલા જ તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.SS1MS