ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરનો ખૂંખાર લૂક સામે આવ્યો
મુંબઈ, બૉલીવુડ એક્ટર રણબીર કપૂરની મૉસ્ટ અવેટેડ અને ચર્ચિત ફિલ્મ એનિમલ તેની રિલીઝને લઈને કેટલાય સમયથી ચર્ચામાં છે. અનેકવાર મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટને લંબાવી છે. એનિમલ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહેલા દર્શકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
છેવટે ફિલ્મના મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં એટલે કે ૧લી ડિસેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. સેન્ડી રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે, અને આ ફિલ્મ ૫ ભાષાઓમાં રિલીઝ થશે.
આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ અને તામિલ ભાષામાં પણ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં રણબીર તેના અત્યાર સુધીના સૌથી અલગ પાત્રમાં જાેવા મળશે. ખાસ વાત છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બૉબી દેઓલ જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.
આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર મોટા પડદા પર સાથે જાેવા મળવાના છે. આવામાં ફેન્સ આ ફ્રેશ જાેડીને જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા મેકર્સે ચાહકોની ઉત્તેજના બમણી કરવા માટે ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કર્યું હતું. આ પ્રી-ટીઝર વીડિયોમાં રણબીર એક ખૂંખાર અવતારમાં જાેવા મળ્યો હતો. ચાહકોને તેનો ડરામણો લૂક ખુબ પસંદ આવ્યો. વીડિયોમાં રણબીર કુહાડી વડે એક પછી એક દુશ્મનોને મારી રહ્યો હતો.SS1MS