Western Times News

Gujarati News

રણબીર કપૂરની ફિલ્મ Animal ઓટીટી રિલીઝ માટે હવે રેડી

મુંબઈ, ૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો ક્રેઝ હજી પણ લોકોના મગજ પરથી ઓછો નથી થયો. આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રણબીર કપૂરની એનિમલ પણ છે. એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર, રÂશ્મકા મન્દના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃÂપ્ત ડીમરીની એકશનથી ભરપુર ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ માટે રેડી છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર એનિમલ ફિલ્મ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કોઈપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તેના ૬૦ દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે છે. એનિમલ ફિલ્મને લઈને ચર્ચા છે કે જાન્યુઆરી મહિનાના ચોથા અઠવાડિયામાં તેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.

જો તમે હજુ સુધી રણબીર કપૂરની આ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ જોવાનું ચૂકી ગયા છો તો બસ થોડા જ દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી તમે ઓટીટી પ્લેટફોર્મ નેટÂફ્લક્સ પર માણી શકો છો. આ ફિલ્મ નેટÂફ્લક્સ પર ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રિલીઝ થશે તેવી ચર્ચા છે.

એનિમલ ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ૮૮૨ કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. એનિમલ ફિલ્મ રણવીર કપૂરના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.