રણબીરે સૌરભ શુક્લાને લેહમાં પીવડાવ્યો હતો ૩૦ હજારનો દારૂ
મુંબઈ, બોલિવૂડ એક્ટર સૌરભ શુક્લા અદ્ભુત કલાકાર છે. તેમણે ફિલ્મ શમશેરાના સેટ પર એક્ટર રણબીર કપૂર સાથે ૩૦,૦૦૦ રૂપિયાની રમ પીધી હતી તેનો એક કિસ્સો શેર કર્યો છે. ત્યારે સૌરભ શુક્લાએ પછી રણબીરને પણ તેમની પસંદગીનો દારૂ પીવડાવ્યો હતો. સૌરભ શુક્લાએ રણબીર કપૂર સાથે ‘બરફી’ અને ‘જગ્ગા જાસૂસ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
શમશેરામાં પણ બંને કલાકારો વચ્ચે સારું બોન્ડિંગ જાેવા મળ્યું હતું. હાલમાં જ યુટ્યુબ પર એક ઈન્ટરવ્યુમાં સૌરભ શુક્લાએ આ કિસ્સો જણાવ્યો છે.
તેમણે જણાવ્યું કે કેવી રીતે રણબીર કપૂરે તેમને મોંઘી રમ પીવડાવી હતી. આ રમ રણબીરને અભિનેતા નાગાર્જુને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ દરમિયાન આપી હતી. આ ઈન્ટરવ્યુમાં સૌરભ શુક્લાએ ખુલાસો કર્યો હતો કે તે ઓલ્ડ મૉન્ક અને કૉક જેવા ડ્રિંક્સ લે છે કારણકે તે સરળતાથી ઉપલબ્ધ અને સસ્તા હોય છે. સૌરભ શુક્લાએ જણાવ્યું કે જ્યારે તેઓ રણબીર સાથે લેહમાં શમશેરાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે સાથે રમ પીધી હતી. સૌરભ શુક્લાએ કહ્યું, ‘મેં રમ પીધી અને તેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા છે. તે મને રણબીર કપૂરે આપી હતી.
જે એક્ટર નાગાર્જુને રણબીરને આપી હતી. જ્યારે રણબીરે તે બોટલ ખોલી ત્યારે તે આખી ભરેલી નહોતી. એક્ટર સૌરભ શુક્લાએ જણાવ્યું કે જ્યારે તે અને રણબીર લેહમાં હતા ત્યારે અભિનેતાએ તેમને પૂછ્યું હતું કે, સર તમે શું પી રહ્યા છો? તો સૌરભે તેને જવાબ આપ્યો કે ઓલ્ડ મોન્ક.
ત્યારબાદ રણબીરે સૌરભ શુક્લાને રમ દેખાડી અને કહ્યું, હવે હું તમને આ આપીશ. સૌરભ શુક્લાના કહેવા પ્રમાણે તેમણે અને રણબીરે ત્યાં ઘણું ડ્રિન્ક કર્યું. પરંતુ જ્યારે રમ પૂરી થઈ ત્યારે રણબીરે સૌરભને કહ્યું- સર થોડું ઓછું પડ્યું. ત્યારે સૌરભ શુક્લાએ કહ્યું, ‘મેં ફરીથી રણબીરને પૂછ્યું કે તું ઓલ્ડ મોન્ક પીશ? તો તેણે હા પાડી. પછી મેં તેને ઓલ્ડ મોન્ક પીવડાવ્યો.SS1MS