બાળકને આવકારવા આલિયા કરતાં વધારે ઉત્સાહિત રણબીર
મુંબઈ, એક દિવસ પહેલા તેઓ મમ્મી-પપ્પા બનવાના હોવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે સરપ્રાઈઝ આપી હતી. તેમનો પરિવાર, ચાહકો અને શુભચિંતકો ખુશખબર અંગે અત્યંત ઉત્સાહિત છે.Ranbir more excited than Alia to welcome the baby
ફિલ્મફેરના નવા રિપોર્ટ પ્રમાણે, રણબીરે તેના આવનારા બાળક માટે અગાઉથી જ ખરીદી શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક્ટર જે સ્પેનમાં શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની અનટાઈટલ્ડ નેક્સ્ટ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તે બાળકના કપડાં માટે શોપિંગ કરવા ગયો હતો.
તેવું લાગે છે, કપલે પહેલું અલ્ટ્રાસાઉન્ડિંગ લંડનમાં કરાવ્યું હશે જ્યાં આલિયા ભટ્ટ હાલ તેની પહેલી હોલિવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આલિયા ભટ્ટે જે હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું ત્યાંથી રણબીર કપૂર સાથેની તસવીર શેર કરી હતી. સાથે તેણે લખ્યું હતું ‘અમારું બાળક ખૂબ જલ્દી આવી રહ્યું છે’.
આ સાથે તેણે એક બીજી તસવીર પણ શેર કરી હતી, જેમાં સિંહ, સિંહણ તેમના બાળસિંહ સાથે જાેવા મળ્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગુડન્યૂઝ શેર કર્યા બાદ, સોની રાઝદાન, નીતૂ કપૂર, સિદ્ધિમા કપૂર, શાહીન ભટ્ટ સહિતના પરિવારના સભ્યો તેમજ અન્ય ખાસ મિત્રોએ પેરેન્ટ્સ-ટુ-બીને સુંદર સોશિયલ મીડિયા પોસ્ટથી અભિનંદન પાઠવ્યા હતા.
ટીનએજના દિવસોથી આલિયાને રણબીર પર ક્રશ હતો. બંનેની મુલાકાત આમ તો સંજય લીલા ભણસાલીના ફિલ્મના સેટ પર પહેલીવાર થઈ હતી. ત્યારબાદ બંને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મળ્યા હતા. જ્યાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં એક્ટરના વાસ્તુ બિલ્ડિંગ સ્થિત ઘરે ૧૪ એપ્રિલે તેમણે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા અને રણબીર ખૂબ જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.
આ સિવાય આલિયા પાસે રણવીર સિંહ સાથેની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’, ‘ડાર્લિંગ’ અને ‘જી લે ઝરા’ છે. તે હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે. તો બીજી તરફ રણબીર કપૂર લવ રંજનની શ્રદ્ધા કપૂર સાથેની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય સંજય દત્ત સાથેની ‘શમશેરા’ પણ છે.SS1MS