મદાલસાને ગંગુબાઈમાં જોઈ ખુશ થયો રણબીર

મુંબઈ, પોપ્યુલર સીરિયલ અનુપમામાં કાવ્યા તરીકે જાેવા મળી રહેલી એક્ટ્રેસ મદાલસા શર્માએ હાલમાં ગંગુબાઈનો લૂક રિક્રિએટ કર્યો હતો, જે પાત્ર આલિયા ભટ્ટે તેની હિટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ભજવ્યું હતું. વીકએન્ડ પર ‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ નામના શોમાં મદાલસા શર્માએ સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું, જ્યાં રણબીર કપૂર અને વાણી કપૂર તેમની અપકમિંગ ફિલ્મ શમશેરાને પ્રમોટ કરવામાં માટે આવ્યા હતા.
મદાલસાએ ફિલ્મના એક સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. તે વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું ‘આલિયા ભટ્ટનો ગેટ-અપ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેમા મજા આવી અને તે એવું કંઈક હતું જે મેં પહેલા ક્યારેય કર્યું નહોતું. ઓનસ્ક્રીન હું જે પાત્ર ભજવી રહી છું તેનાથી તે ખૂબ જ અલગ છે, તેથી એ ફ્રેશ એર જેવું લાગ્યું હતું. મેં મેક-અપ અને ડ્રેસિંગની એક-એક વિગતોનો સમાવેશ કરવાની ખાતરી કરી હતી, કારણ કે હું તે પર્ફેક્ટ હોય તેમ ઈચ્છતી હતી.
ફિલ્મમાં તેના ચહેરા પરના ક્રોસ માર્ક્સથી લઈને તેણે લગાવેલી લાલ બિંદી સુધી. નાનામાં નાની બાબતોની મેં ખાતરી કરી હતી’, તેમ મદાલસા શર્માએ ઉમેર્યું હતું. રણબીર કપૂરે તેના પર્ફોર્મન્સના વખાણ કર્યા હોવાનું એક્ટ્રેસે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, હું એકદમ આલિયા જેવી લાગુ છું અને ડાન્સ કરું છું.
તેના તરફથી આથી વધારે સારું હું શું સાંભળી શકું. મેં તેને તેની ખૂબ જલ્દી શરૂ થવા જઈ રહેલી પિતૃત્વની જર્ની માટે અભિનંદન પાઠવ્યા હતા. આલિયા ભટ્ટ જેવું ડ્રેસિંગ કરીને અને રણબીર કપૂરની સાથે તેના સોન્ગ પર પર્ફોર્મ કરીને મને ખૂબ જ ખુશી થઈ હતી.
આ જ શોમાં રણબીર કપૂરે ‘અનુપમા’ ઉર્ફે રૂપાલી ગાંગુલી પાસેથી ડેડી ડ્યૂટીની ટિપ્સ લીધી હતી. રૂપાલીએ તેને કેટલીક મહત્વની બાબતો શીખવી હતી. આ દરમિયાન એક્ટરે તેના ઘરે દીકરીનો જન્મ થાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
મદાવસા શર્માની વાત કરીએ તો, ‘અનુપમા’ તેની ડેબ્યૂ સીરિયલ છે. આ પહેલા કન્નડ તેમજ તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરતી હતી. જાે કે, ત્યાં તેને જાેઈએ તેવી સફળતા મળી નહોતી. ત્યારબાદ રાજન શાહીએ શો ઓફર કરતાં તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. સીરિયલમાં તેનું નેગેટિવ પાત્ર હોવા છતાં દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.SS1MS