દીકરીને હાથમાં લેતાં જ રણબીરની આંખમાં આવ્યા ઝળઝળિયા

મુંબઈ, કપૂર અને ભટ્ટ પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. બંને પરિવારોનો હરખ સાતમા આસમાને છે કારણકે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટ્સ બની ગયા છે. બંને પરિવારોમાં ઘણાં વર્ષો બાદ બાળકની કિલકારી ગૂંજી છે.
આલિયા ભટ્ટે ૬ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. આલિયાની ડિલિવરી થતાં જ પરિવારના સભ્યો નાનકડી પરીને જાેવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. આલિયા-રણબીર પેરેન્ટ્સ બનવા માટે ખૂબ ઉત્સુક હતા. એમાંય રણબીર કપૂરની ઈચ્છા હતી કે તે દીકરીનો પિતા બને અને તે પૂરી થઈ છે.
એવામાં પોતાની દીકરીને જાેતાં જ રણબીરનું પહેલું રિએક્શન કેવું હતું? હાલમાં જ ખુલાસો થયો છે કે, દીકરીને જાેતાં જ રણબીર રડી પડ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પોતાની દીકરીને જાેતાં જ રણબીર ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો.
રણબીર કપૂરે દીકરીને હાથમાં લીધી ત્યારે તેની આંખમાંથી ખુશીના આંસુ વહ્યા હતા. રણબીર કપૂરને આ પ્રકારે ઈમોશનલ થતો જાેઈને આખા પરિવારની આંખો ભીની થઈ હતી. તો ન્યૂ મોમ આલિયા ભટ્ટ પણ પિતા-પુત્રીની આ ક્ષણ જાેઈને ખુશીથી રડી હતી.
દીકરીને પહેલીવાર જાેવી અને હાથમાં પકડવી તે ક્ષણ આલિયા અને રણબીર માટે સૌથી સારી અને યાદગાર પળ હતી. બોલિવુડ લાઈફના રિપોર્ટમાં કપૂર ખાનદાનના નજીકના સભ્યના હવાલેથી લખવામાં આવ્યું છે કે, આખો પરિવાર નાનકડી પરીને જાેઈને ઈમોશનલ હતો.
પરંતુ રણબીર કપૂરના આંસુ અટકી નહોતા રહ્યા. પોતાની દીકરીને જાેઈને તે ખૂબ જ લાગણીશીલ થઈ ગયો હતો.ખુશ હતો. તેણે ક્યારેય આ અનુભવ પહેલા નહોતો કર્યો. રણબીર સામાન્ય રીતે શાંત રહે છે પરંતુ પોતાની દીકરીને જાેઈને લાગણીઓ પર કાબૂ ના રાખી શક્યો.
દીકરીને હાથમાં લેતાં જ આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી આ રણબીર અને આલિયાનું પહેલું સંતાન છે.
હાલ તો આલિયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી અપાયું. એટલે પરિવારના સભ્યો હોસ્પિટલમાં આવ-જા કરતા રહે છે. પૌત્રી અને પુત્રવધૂને મળીને આવેલા નીતૂ કપૂરે જણાવ્યું હતું કે, બંનેની તબિયત સારી છે અને તેઓ સ્વસ્થ છે. હવે ફેન્સ રણબીર-આલિયાની દીકરીની પહેલી ઝલક જાેવા માટે અધીરા થયા છે.SS1MS