સ્વાતંત્ર્ય વીર સાવરકર બનીને રણદીપએ બધાને કરી દીધા ઇમ્પ્રેસ
મુંબઈ, સાહિબ બીબી ઔર ગેંગસ્ટર, સુલ્તાન જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ રોશન કરનાર રણદીપ હુડ્ડા આ દિવસોમાં એમની ડાયરેક્શન ફિલ્મને લઇને ખૂબ ચર્ચામાં છે.
એક્ટરે ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરમાં અભિનયની સાથે-સાથે ડાયરેક્શન પણ કર્યુ છે. આ ફિલ્મમાં એક્ટેર સ્વતંત્ર્તા સેનાની વિનાયર દામોદર સાવરકરની ભૂમિકા નિભાવી રહ્યા છે. રણદીપે જ્યારે આ ફિલ્મનું એનાઉસમેન્ટ કર્યુ ત્યારથી દર્શકો આ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે.
જો કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યુ છે. આ ટ્રેલર જોયા પછી ફેન્સ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇ રહ્યા છે. ટ્રેલરની શરૂઆત રણદીપ હુડ્ડાના ડાયલોગથી થાય છે, જેમાં એ કહેતા જોવા મળી રહ્યા છે કે આપણે બધા ભણ્યા છીએ કે ભારતને આઝાદીથી અહિંસાથી મળી છે.
આ એ કહાની નથી. ટ્રેલરમાં બતાવવામાં આવ્યુ છે કે સાવરકરે કેવી રીતે અખંડ ભારતની લડાઇ લડી. કેવી રીતે એમને ભારતને આઝાદ કરાવવા માટે પોતાની ટીમ ઉભી કરીને અંગ્રેજોને ભારતથી ભાગવા પર મજબૂર કરી દીધા.
રણદીપ હુડ્ડા વીર સાવરકરના રોલમાં પ્રોપર લાગી રહ્યા છે. એક્ટેરે આ રોલ માટે જેટલું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે એ ફેન્સ ઇમ્પ્રેસ કરે છે. ટ્રેલરમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે રણદીપે માત્ર આ ભૂમિકા નિભાવી હતી, પરંતુ એમાં સખત મહેનત કરી છે.
એક-એક સીનમાં રણદીપની ઝલક જબરજસ્ત જોવા મળી રહી છે. ફિલ્મમાં અંકિતા લોખંડે સાવરકરની પત્ની યમુનાબાઇની ભૂમિકામાં એકદમ ફિટ જોવા મળી રહી છે. જો કે ફેન્સ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સ્વાતંત્ર્ય વીર સાવરકર’ વિનાયક દામોદર સાવરકરની બાયોપિક છે. આ એક ક્રાંતિકારી, સમાજસુધારક અને રાજનેતા હતા. જેની ભૂમિકા ફિલ્મમાં રણદીપ હુડ્ડા નિભાવતા જોવા મળશે. જ્યારે રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે સિવાય આ ફિલ્મમાં અમિત સિયાલ સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ બે ભાષાઓમાં હિન્દી અને મરાઠીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS