રાંધેજાના ખેડુત સાથે રૂ.૯૦.૭૦ લાખની છેતરપિંડીઃ બે સામે ગુનો નોંધાયો
ગાંધીનગર, ગાંધીનગર રાંધેજાના હોટલ માલિકને રૂપાલ ગામની જમીન ખેડૂતો માફરતે વેચાણ અપાવી જમીનના સોદા પેટેની રકમ ચાઉં કરી લઈ બે જમીન દલાલે રૂ.૯૦ લાખથી વધુની છેતરપિંડી આચરતા પેથાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
સુત્રો દ્વારા મળતી વિગત મુજબ ગાંધીનગર રાંધેજા ગામના યોગેશભાઈ જશવંતલાલ પંડયા હોટલના વેપાર સાથે સંકળાયેલ છે. રૂપાલ ગામની સીમમાં સર્વે નં.૩૧૪ર (જુનો સર્વે નં.૧૮૮૩-ર) વાળી જમીનના માલિક- ખેડૂત અનિલભાઈ પ્રભુદાસ પટેલ, જગદીશ પ્રભુદાસ પટેલ, શૈલેષ પ્રભુદાસ પટેલને જમીન વેચાણ આપવાની હતી
જેથી વર્ષ ર૦રરમાં જમીન દલાલ જુબીન રમેશભાઈ પટેલ (રહે. એ-ર૦૩ શુકન સ્ટેટસ, શુકન રેસીડેન્સી સામે ન્યુ સીજી રોડ) તેમજ ગોવિંદભાઈ નારાયણભાઈ પટેલ (રહે. ૧૧૮૮, કોલવડા ગામ), યોગેશભાઈનો સંપર્ક કર્યો હતો અને ઉકત જમીન તેમણે મોખિક કરારથી મુળ ખેડૂતો પાસેથી વેચાણ રાખેલ હોવાની વાત કરી હતી ત્યારબાદ યોગેશકુમારે તેમના ભાગીદાર દિલીપકુમાર પટેલ સાથે જમીન રૂ.૩,પ૯,૪૮,૪૪૪માં વેચાણ રાખવાનું નકકી કર્યું હતું.
થોડા સમય જમીન દલાલોએ મુળ ખેડુત માલિક પાસેથી જમીનના ટાઈટલ આપ્યા હતા તેમાં કોઈ વાંધો તકરાર નહી આવતા બંને જણાને પ્રથમ રૂ.૧ કરોડ ૧૬ લાખ યોગેશભાઈએ ચુકવી દીધા હતા. જેમાં બંનેએ રેકર્ડ ઉપરના ખેડુતોને માત્ર પ૬,૬૪,૪ર૪ રોકડા આપ્યા હતા. જયારે બાકીના રૂ.પ૯,૩પ,પ૭૬ પોતાની પાસે રાખ્યા હતા. જયારે વર્ષ ર૦ર૩માં ખેડૂતોએ બોલાવી લાવી સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ખાતે દસ્તાવેજ કરાવી આપ્યો હતો
જેમાં સાક્ષી તરીકે ગોવિંદ પટેલ સહી કરી હતી. એ સમયે મુળ ખેડૂતોએ બાકીના રૂ.પ૯,૩પ,પ૭૬ માંગ કરી હતી ત્યારે બંને જમીન દલાલોએ બાકીના પૈસા ચુકવી આપવાની કબુલાત કરી ખેડૂતો તેમજ દલાલો વચ્ચેના જમીનના અન્ય ભાવ ડીફરન્ટના કુલ રૂ.૯૦,૭૦,રરપ ચુકવી દેવાનું લખાણ મુળ ખેડૂતોને કરી આપ્યું હતું.
પરંતુ આજદીન સુધી બંને જમીન દલાલોએ રૂપીયા નહી ચુકવી યોગેશભાઈ ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હતી. જે અંગે જિલ્લા તકેદારી સમિતિ કલેકટર કચેરીમાં ફરીયાદ નોંધાઈ હતી જેને તપાસના અંતે કલેકટરના આદેશથી બંન.ે જમીન દલાલ સામે ગુનો નોંધાયો હતો.