HIV પોઝિટિવ બાળકો સાથે ‘રંગ બરસે હોળી મહોત્સવ’ ઉજવાયો
ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા
પાલનપુર, સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે કાર્યરત બનાસ એન.પી.પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને વિહાન પ્રોજેકટની વિવિધ સારવાર અને સેવાઓ લેતા નવ એચ.આઈ.વી. પોઝીટીવ અનાથ અને માતા અથવા પિતા બંનેમાંથી એકની છત્રછાયા ગુમાવી ચુકેલ દીકરા અને દીકરીઓને છેલ્લા એક વર્ષથી ભારત વિકાસ પાલનપુર શાખા દ્વારા બાળકોની તમામ જવાબદારી ઉપાડી બાળકોને દત્તક લેવામાં આવે
એક પાલક માતા પિતાને જેમ તેમના તમામ જવાબદારી ઉપાડી અને તમામ જરૂરિયાતો સંતોષવામાં આવી જેના ભાગરૂપે સ્વરૂપે હોળી- ધુળેટીના પ્રસંગે બાળકોને ખજૂર, ધાણી, ચોકલેટ, પિચકારી- નેચરલ કલર, સ્ટેશનરી પાટિયું, પાઉચ, પેન-પેÂન્સલ કોમ્બો અને સાથે તમામ બાળકોને એક એક જોડી નવા કપડાં તેમની પસંદના આપવામાં આવ્યા હતા
અને એચઆઈવી પોઝીટીવ બાળકો સાથે અનોખી રીતે રંગ બરસે હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ સહયોગ ડો. મિહિર પંડ્યા, ડો. દેવેન્દ્ર ચૌધરી અને સાથે વિશ્વેશભાઈ જોશી અને રાજેશભાઈ મોદી અને જયેશભાઈ સોની અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા
જે સમગ્ર કાર્યક્રમનું ીસંચાલન અને કોર્ડીનેશનલ બનાસ એન.પી. પ્લસ સંસ્થાના સેક્રેટરી અને વિહાર પ્રોજેકટ નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું સાથે સમગ્ર કાર્યક્રમને વિહાન પ્રોજેકટના હેલ્થ પ્રમોટર નવનીતભાઈ મકવાણા અને આઉટ રિચ વર્કર શ્રેયાબેન આંટીયાએ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.