રાણી મુખર્જી કિંગમાં સુહાના ખાનની માતાની ભૂમિકા નિભાવશે

મુંબઈ, -પઠાણની જોરદાર સફળતા પછી શાહ રૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે અતિ અપેક્ષિત એક્શન થ્રિલર કિંગમાં ફરી કામ કરી રહ્યો છે. શાહ રૂખની રેડ ચિલિસ અને મારફ્લિક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ, અર્શદ વારસી, જયદીપ આઈાવત અને નવોદિત સુહાના ખાન જેવી ધરખમ સ્ટાર કાસ્ટ છે.
હવે ચાહકોના ઉત્સાહમાં વધારો કરતા રાણી મુખર્જી પણ મહત્વના કેમિયો તરીકે કાસ્ટમાં જોડાઈ છે.ફિલ્મમાં રાણી સુહાના ખાનના પાત્રની માતાની ભૂમિકા નિભાવી રહી છે અને ફિલ્મનું ભાવનાત્મક કેન્દ્ર બનીને એક્શન પેક્ડ પ્લોટ માટે ઉત્પ્રેરકનું કામ કરે છે.
રાણીએ માત્ર પાંચ દિવસનું શૂટ કરવાનું હોવા છતાં સમગ્ર કથાનકમાં તેનું મહત્વ ઘણુ છે. કુછ કુછ હોતા હૈ અને કભી અલવિદા ના કહના જેવી ફિલ્મો સાથે ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીનો સમૃદ્ધ ઈતિહાસ સાથે તેમનું જોડાણ તાજગીભર્યા ડ્રામા સાથે જૂના સંસ્મરણો પણ તાજા કરશે.અહેવાલ મુજબ રાણી મુખર્જીએ કિંગ માટે શાહ રૂખ અને સિદ્ધાર્થ આનંદની ઓફરનો તાત્કાલિક સ્વીકાર કર્યાે.
પટકથા સાંભળ્યા પછી અને પોતાના રોલની જાણકારી મેળવ્યા પછી તેણે ફિલ્મમાં કામ કરવાની તૈયારી દેખાડવામાં કોઈ વિલંબ ન કર્યાે.મુંબઈમાં મે મહિનામાં શરૂ થવાની સાથે કિંગનું શૂટીંગ પછીથી તેના આંતરરાષ્ટ્રીય તબક્કા માટે યુરોપમાં થશે.
ફિલ્મમાં શાહ રૂખ ખાન એક હત્યારાની ભૂમિકામાં છે જે અભિષેક બચ્ચન સાથે ટક્કર લે છે. ફિલ્મ આગામી વર્ષે ઓક્ટોબર અથવા ડિસેમ્બરમાં રજૂ થવાની સંભાવના છે.SS1MS