રણુજા યાત્રાળુઓ માટે રાજસ્થાનના પોસલિયામાં 22મા નિઃશુલ્ક ભંડારાનો પ્રારંભ
(પ્રતિનિધિ) મોડાસા, પ્રસિદ્ધ યાત્રાધામ રાજસ્થાનના રણુજાના મહામેળામાં જતા પદયાત્રીઓ સહિતના યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોસાલિયામાં ૨૨માં નિઃશુલ્ક ભંડારાનું આયોજન કરવામાં આવતા એનું ગત બુધવારે સાંજે પોસાલિયામાં સર્વેશ્વર દૂધ ડેરી સંકુલમાં સાધુ-સંતો અને ગામજનોની ઉપસ્થિતિમાં રાજસ્થાન સરકારના પંચાયતી રાજ્ય મંત્રી ઓટારામ દેવાસી અને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિના પ્રદેશ ઉપપ્રમુખ નટુભાઈ પરમાર(ઇડર)ના હસ્તે કરવામાં આવ્યું હતું
રામદેવ સેવા ટ્રસ્ટ મોટી ઇસરોલ અને પોસાલિયા રામદેવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ૨૨ માં નિઃશુલ્ક ભંડારાના મંગલ શુભારંભ અવસરે મોટી ઈસરોલના રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદાજી, બાબા રામદેવ આશ્રમ ખંદરાના સંત પૂજય રામનાથજી, દેવમુની આશ્રમના હનુમાનજી દાસજી મહારાજ, પાલડી એમ.કે.ના દિલીપ મહારાજના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી.
રાજ્યમંત્રી દેવાસીએ જણાવ્યું હતું કે, રામદેવ ઉપાસક હીરા દાદાબાવજીના માર્ગદર્શન હેઠળ ૨૨ વર્ષથી ચાલતા ભંડારાની સેવાઓની સાથે ખૂબ જ પ્રશંસનીય છે.પૂ. હીરાદાદાએ કહ્યું કે માનવ સેવા એ જ ભગવાનની સાચી પૂજા ભક્તિ છે. ભંડારામાં રામદેવરા આવતા યાત્રિકો માટે વિનામૂલ્યે ચા-નાસ્તો, શુદ્ધ ઘીની મીઠાઈ સાથે ભોજન, રાત્રિ આરામ અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
આ પ્રસંગે બાયડના લીંબના ભાજપના અગ્રણી હિતેન્દ્રસિંહ ,તેમના સાથી શંકરસિંહ વાઘેલા , શિવગંજ વિકાસ અધિકારી મુલેન્દ્ર સિંહ રાઠોડ. મુખ્ય પ્રતિનિધિ ઠાકુર વિચારસિંહ દેવડા, ભંડારાના નિયામક પ્રભુદાસભાઈ પટેલ, કિશોરસિંહ રાવ (ભાટકોટા) ,વણઝરથી અશોકભાઈ, ઇસરોલના માનાભાઈ એન. પટેલ, પોસાલિયા પોલીસ ચોકીના ઈન્ચાર્જ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર સોમારામ મીના, આર.આઈ. ઉમેશ ગોયલ, મુકેશ શર્મા,
પટવારી કોયલી વિશ્નોઈ, ભગીરથ વિશ્નોઈ, પૂર્વ સરપંચ રાજેન્દ્રકુમાર માલી, ભવરલાલ રાવળ, હમીરસિંહ રાવ, નરપતસિંહ રડબાર, લાડુરામ માળી, શૈતાનસિંહ રાડબાર, મુકનસિંહ દેવડા. રામલાલ મીણા, ભરતકુમાર મીણા, વિક્રમકુમાર મીણા, રમેશકુમાર મીણા, ભુરારામ મીણા, પાલડી એમ પોલીસ સ્ટેશનના ચીફ કોન્સ્ટેબલ હિંતારામ, રામદેવ ટેન્ટ હાઉસના દિનેશકુમાર ચૌથા રામ, નારણભાઈ માળી,
રાજુભાઈ માળી, નરેન્દ્રસિંહ રાવ, લક્ષ્મણ કુમાર માળી, કપુરુમ અને નગરપાલિકા. પોસલિયા ગામના યુવાનો ભાઈઓ-બહેનો અને સેવક યુવાનો હાજર રહ્યા હતા. સમારોહ પૂર્વે રાજ્ય મંત્રી દેવાસી અને હિરાદાદા બાવજી સહિતના સંતો અને મહેમાનોનું ઢોલ, શાલ અને હાર પહેરાવી વાજતેગાજતે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. શુભારંભ સમારોહના અંતે પ્રભુદાસભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્ય સંચાલન હમીરસિંહ રાવે કર્યું હતું.