Western Times News

Gujarati News

રણવીર સિંહ પોતાના રંગબેરંગી અને ફંકી કપડા છોડવા મજબૂર થયો

મુંબઈ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો ડેબ્યુ થવાની તૈયારી છે. અભિનેતા લોકપ્રિય એડવેન્ચર પ્રોગ્રામ Man Vs Wildમાં જાેવા મળશે. રણવીર સિંહને ફીચર કરતા આ એપિસોડનું નામ છે Ranveer Vs Wild with Bear Grylls.

૮ જુલાઈથી આ સ્પેશિયલ એપિસોડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે. એપિસોડમાં બોલિવૂડ અભિનેતાને સર્વાઈવલ સ્ટંટ કરતો જાેવા મળશે. રણવીર સિંહ ભયાનક જંગલમાં કેવી રીતે સમય પસાર કરશે તે જાેવા માટે ફેન્સ ઉત્સુક છે.

પરંતુ આ શૉ માટે રણવીર સિંહે એક મોટું બલિદાન આપવુ પડ્યુ છે અને તે છે તેના ફંકી આઉટફિટ્‌સનું. તાજેતરમાં જ મેકર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે રણવીર સિંહ તેના રંગબેરંગી કપડાથી દૂર થવા મજબૂર થયો હતો.

થોડા સમય પહેલા જ મેકર્સે એપિસોડનું ટ્રેલર રીલિઝ કર્યુ હતું જેમાં જાેઈ શકાય છે કે રણવીર સિંહ જંગલમાં પત્ની દીપિકા પાદુકોણ માટે એક દુર્લભ ફૂલ શોધી રહ્યો છે.

રણવીર જણાવે છે ,લોકો પોતાના પ્રેમ માટે ચાંદ તારા તોડવાની વાતો કરતા હોય છે, હું દીપિકા માટે એવુ ફૂલ શોધી રહ્યો છું જે મારા પ્રેમની જેમ ક્યારેય મૂરઝાતું નથી. ત્યારપછી તે કહે છે કે, દીપિકા આખી દુનિયા ફરી લે પણ મારા જેવો પ્રેમી તને ક્યારેય નહીં મળે.

મંગળવારના રોજ રણવીર સિંહે એક વીડિયો શેર કર્યો જેમાં જાેઈ શકાય છે કે તે પોતાના વોર્ડરોબની સામે ઉભો છે. તે પોતાના પિંક કલરના કોટને વળગીને રડી રહ્યો છે.

બેકગ્રાઉન્ડમાં સેડ સોંગ પણ વાગી રહ્યું છે. રણવીર સિંહ પોતાના આ રંગબેરંગી કપડા છોડીને ગ્રે ટી-શર્ટ, કેમો પેન્ટ્‌સ પહેરવા મજબૂર થાય છે. અને પછી તરજ જ રણવીર સિંહ અને બેર ગ્રિલ્સનો જંગલમાં ભાગતો શોટ જાેવા મળે છે. રણવીર સિંહે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે,મેં મારા વોર્ડરોબને પાછળ મૂકીને કેમો પેન્ટ્‌સ પહેર્યા, જેનો અર્થ એ છે કે કોઈ ગંભીર મામલો છે.

રણવીરને અત્યાર સુધી કોઈ દિવસ ના જાેયો હોય તે અવતારમાં જાેવા તૈયાર થઈ જાઓ. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે બેર ગ્રિલ્સે ભારતીય સેલિબ્રિટી સાથે શૉ કર્યો હોય.

આ પહેલા તેના આ શૉમાં રજનીકાંત, અક્ષય કુમાર, અજય દેવગણ, વિકી કૌશલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહેમાનો ભાગ લઈ ચૂક્યા છે. વર્ક ફ્રટની વાત કરીએ તો રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જાેરદાર ૧૩મી મેના રોજ રીલિઝ થઈ હતી.

ફિલ્મે બોક્સ ઓફિસ પર ગ્રોસ ૮૬ કરોડ રુપિયા કમાણી કરી હતી. હવે તે કરણ જાેહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.