રણવીર સિંહનું શુટીંગમાં કમબેક, લાંબા વાળ સાથેનો લુક રીવીલ
મુંબઈ, રણવીર હવે શુટિંગ માટે પરત ફર્યાે છે અને આગામી ફિલ્મની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને ‘એનિમલ’ના રણબીર કપૂર અને ‘પઠાણ’ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.બોક્સ ઓફિસ પર ચાલી રહેલા તગડી જંગ વચ્ચે રણવીર સિંહની આગામી ફિલ્મની લાંબી રાહ જોવાઈ રહી છે.
રણવીર સિંહ પાસે ઘણી બધી ફિલ્મો છે, પરંતુ અંગત જીવનના કારણે તે થોડો વ્યસ્ત હતો. જો કે, હવે રણવીર સિંહ ફરીથી શૂટિંગમાં પાછો ફર્યાે છે.
દરમિયાન, તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના સેટ પરથી અભિનેતાનો લુક લીક થઈ ગયો છે.રણવીર સિંહ વર્ષ ૨૦૨૪માં અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહનો કેમિયો હતો. વર્ષ ૨૦૨૪માં મુખ્ય હીરો તરીકે રણવીર સાથેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
રણવીર હાલમાં ‘ધુરંધર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન તેની કેટલીક તસવીરો લીક થઈ છે.વાયરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર ‘ધુરંધર’ના સેટની છે.
આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. એટલું જ નહીં, ૨૪ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ સાથે જોવા મળી શકે છે. તેના હાથમાં સિગારેટ પણ દેખાઈ રહી છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં રણવીર સિંહ સિગારેટ પીતો ફરતો જોવા મળે છે. એક માણસ બાળકને લઈને આવે છે અને તેને વાનમાં બેસાડે છે.
દ્રશ્ય જોઈને લાગે છે કે બાળકનું અપહરણ થઈ રહ્યું છે. આ વીડિયો અને તસવીરો જોયા બાદ ચાહકોનું કહેવું છે કે રણવીરનો સરદાર લૂક ‘એનિમલ’ના રણબીર કપૂર સાથે મેચ થાય છે. ખુલ્લા લાંબા વાળ સાથે તેને જોઈને ‘પઠાણ’ના શાહરૂખ ખાનની પણ યાદ અપાવે છે. આ સિવાય રણવીર સિંહના લાંબા વાળનો લુક પણ તેના ખિલજી પાત્રને દર્શાવે છે.SS1MS