Western Times News

Gujarati News

રણવીર-સમયને માફ નહીં, સાફ કરી દેવા જોઈએઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

રણવીર અલ્હાબાદીયા અને સમય રૈના પર ભડક્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી -એક સનાતની હોવું અને એક બનવાનું નાટક કરવું, બંનેમાં જમીન-આસમાનનો ફરક છે

મુંબઈ,  પાડકાસ્ટ રણવીર અલ્હાબાદીયા, કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. વિવાદિત અને અÂશ્લલ કોમેન્ટ્‌સ મામલે કેટલાક રાજ્યોની પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ પર કાર્યવાહી કરી રહી છે.

રણવીરે (૧૫ ફેબ્રુઆરી) સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કહ્યું કે, તેઓ પોલીસથી ભાગી રહ્યા નથી. ત્યારબાદ હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ રણવીર અલ્હાબાદીયા અને સમય રૈના વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમણે અલ્હાબાદીયા અને સમય રૈના પર ગુસ્સે થઈને કહ્યું કે, આવાને માફ નહીં, પરંતુ સાફ કરી દેવા જોઈએ.

એક પાડકાસ્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, એક સનાતની હોવું અને એક બનવાનું નાટક કરવું, બંનેમાં જમીન-આસમાનનો ફરક છે. બાબા બનવું સરળ છે, પરંતુ બાબા થઈ જવું કઠીન છે. તમે બાગેશ્વર બાબા પર કોમેન્ટ કરી શકો છો, પરંતુ બાગેશ્વર બાબા બનવું ખુબ જ કઠીન છે. કેટલા લોકો એવા છે આ દેશમાં જે સનાતની નથી, પરંતુ પ્રવાહમાં નંબર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

હાલ વિષય (સમય રૈના-રણવીર કેસ) અંગે થોડી થોડી માહિતી મળી છે, વધારે નહીં. રણવીર અલ્હાબાદીયા અને સમય રૈના પાસેથી લોકોને અપેક્ષા હોય છે. આવા લોકોને માફ નહીં પરંતુ સાફ કરી દેવા જોઈએ. તમારાથી એવી ભૂલ થાય, જેનાથી સનાતન હિન્દુ ધર્મને નુકસાન થાય, માફીની જગ્યાએ સાફ કરી દેવા જોઈએ. અમે તે પક્ષમાં છીએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તમારી એક ભૂલથી કરોડો હિન્દુઓની લાગણી દુભાશે. એવું બોલવું ન જોઈએ, પરંતુ મને કોરોના સમયે કિમ જોંગ ખુબ સારા લાગ્યા. તેમણે કહ્યું કે, જેમને કોરોના છે, તેમને સીતા-રામ. કોરોના આગળ જ નહીં વધે. તે નિર્ણય પણ યોગ્ય છે. એવી કોઈ ભૂલ થાય છે તો તેવી રીતે જવાબ મળવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ ભૂલ કરતા પહેલા ૧૦ વાર વિચારે. માફી લાયક શપ્દ નથી. આ દેશમાં આ બધા ખરાબ વેબસાઈટ્‌સના પ્રચાર કરી રહ્યા છે. સનાતની હોવા છતા સૌને હવસખોર બનાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.