દીપિકા સાથે એડવેન્ચરથી ભરપૂર રહ્યું રણવીરનું US વેકેશન

મુંબઈ, બોલિવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહનું પત્ની દીપિકા પાદુકોણ સાથે US વેકેશન એડવેન્ચરથી ભરપૂર રહ્યું. જ્યાં તેણે આઉટડોર તેનો ૩૭મો બર્થ ડે પર પણ સેલિબ્રેટ કર્યો હતો. કપલે ત્યાં વાઈલ્ડનેસનો અનુભવ કર્યો હતો, સાઈકલ ચલાવી હતી, દરિયાકિનારે રોમાન્સ કર્યો હતો અને લોકલ ફૂડનો સ્વાદ લેવાનું પણ ચૂક્યા નહોતા.
રણવીર અને દીપિકાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેકેશન અને બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. રણવીર સિંહે શેર કરેલી પહેલી પોસ્ટની પહેલી તસવીરમાં તે દીપિકા સાથે દરિયાકિનારે જાેવા મળી રહ્યો છે, જે તેને ચૂમી રહી છે.
આ સિવાય તેણે સનસેટ, દરિયાકિનારે બંનેના પગલા, ફ્લાવરની સુંદર તસવીર શેર કરી છે. આ સિવાય તેણે એક સનકિસ્ડ સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે શર્ટલેસ છે. એક તસવીરમાં તે સાઈકલ લઈને રોડ સાઈડ ઉભો છે જ્યારે દીપિકા ટાયર પર ચડી ગઈ છે, બંનેએ સેફ્ટીને ધ્યાનમાં રાખી હેલ્મેટ પહેર્યું છે. તેણે દીપિકાનો શોર્ટ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે સાઈકલિંગ કરી રહી છે.
એક વીડિયો એક્ટર સાઈકલિંગ કરી રહ્યો હોય તેવો પણ છે, જેમાં તે પોતે દેખાતો નથી. આ પોસ્ટમાં તેણે આઈસક્રીમ અને કૂકીસની તસવીર શેર કરી છે, જે જાેતાં જ મોંમાં પાણી લાવી દે તેવી છે. બર્થ ડે પર લીધેલા કેન્ડલ લાઈટ ડિનરનો બૂમરેંગ વીડિયો પણ તેમા સામેલ છે.
આ સાથે લખ્યું છે ‘લવ ટુ લવ યુ બેબી દીપિકા પાદુકોણ #birthday #photodump’ એક્ટરે અન્ય પોસ્ટમાં પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલામાં બંને પહાડોની વચ્ચેથી વહી રહેલા ઝરણાંના કિનારે બેઠા છે. દીપિકા કેમેરા સામે જાેઈને સ્માઈલ આપી રહી છે, જ્યારે રણવીર તેને કિસ કરી રહ્યો છે.
બીજી તસવીર દીપિકાની છે, જેના બેકગ્રાઉન્ટમાં કુદરતનો સુંદર નજારો આંખને ગમે તેવો છે. આ પોસ્ટમાં એક સ્લોમોશન વીડિયો પણ છે, જેમાં રણવીર ઝરણાંમાં કૂદતો જાેવા મળ્યો.
અન્ય વીડિયોમાં દીપિકા પાણીમાં છબછબિયાં કરતી દેખાઈ. એક વીડિયોમાં રણવીરને ‘દીપિકા દૃજ વાઈલ્ડ’ બોલતો જાેઈ શકાય છે, તો એક્ટ્રેસ પણ ધીમેથી ‘હાઈ’ કહે છે. એક તસવીરમાં દીપિકા લોકલ ફૂડ સ્ટોરની બહાર પોઝ આપી રહી છે.
ટ્રિપ દરમિયાન એક રાત તેઓ ટેન્ટમાં રોકાયા છે તેમ લાગી રહ્યું છે. રણવીર સિંહે જે તસવીરો શેર કરી છે, તે જ દીપિકા પાદુકોણે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘આપણું જીવન હંમેશા પુષ્કળ અનુભવો સાહસોથી ભરેલું રહે’. કપલની આ તસવીરો તેમના ફેન્સને પસંદ આવી છે અને કોમેન્ટ સેક્શનમાં ‘વાઉ’ અને ‘ફેબ્યુલસ’ જેવા શબ્દો લખી રહ્યા છે.SS1MS