દુષ્કર્મના આરોપીએ જેલમાંથી બહાર આવતા જ કરી પીડિતાની હત્યા
(એજન્સી)સુંદરગઢ, ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સગીર રેપ પીડિતાની હત્યા કરવામાં આવી છે. આરોપી કુનૂ કિશન જે પહેલા રેપના આરોપમાં જેલમાં બંધ હતો અને જામીન પર છૂટ્યા બાદ પીડિતાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ હત્યા બાદ શબના ટુકડે ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા.
પોલીસ અનુસાર પીડિતાએ ગત વર્ષે આરોપી વિરૂદ્ધ રેપનો કેસ નોંધાવ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કુનૂ કિશને સજાથી બચવા માટે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. યુવતીનું ઝારસુગડાથી અપહરણ કરી રાઉરકેલામાં હત્યા કરવામાં આવી હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાના પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ઓડિશા વેસ્ટ રેન્જના આઇજી હિમાંશુ લાલે જણાવ્યું કે પોલીસે CCTV ફૂટેજ અને અ્ય પુરાવા દ્વારા આ હત્યાકાંડને હલ કર્યાે હતો.પૂછપરછમાં કુનૂ કિશને પીડિતાની હત્યા કરવા અને શબને ટુકડામાં કાપીને ફેકવાની વાત સ્વીકાર કરી હતી. પહેલા તેને દાવો કર્યાે કે શબને બ્રાહ્મણી નદીમાં ફેકવામાં આવ્યો છે પરંતુ બાદમાં તેને અલગ અલગ જગ્યાએ શબના ટુકડા ફેકવાની વાત કરી હતી.
પોલીસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સએ તપાસ કરીનએ શબના કેટલાક ભાગ અને પીડિતાનું જેકેટ જપ્ત કર્યું છે.પોલીસનું કહેવું છે કે આરોપીએ સજાથી બચવા માટે પીડિતાની હત્યા કરી હતી. શબના ટુકડા બ્રાહ્મણી નદી અને અન્ય સ્થળો પર મળ્યા છે. પોલીસે ઘટનાસ્થળે ફરી રિક્રિએટ કર્યું અને શબના તમામ અંગ જપ્ત કરી લીધા છે.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જવાનો નિર્ણય કર્યાે છે. પોલીસે એમ પણ સુનિશ્ચિત કર્યું કે આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. આ ઘટના ઓડિશઆમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે.