Western Times News

Gujarati News

બળાત્કારના આરોપીને ગુમ થયેલી પીડિતા સાથે લગ્ન કરવાની શરતે જામીન મળ્યા

મુંબઈ, જે યુવક પર બળાત્કારનો ગુનો નોંધાયો હતો તેને મોટી રાહત મળી છે, બળાત્કારનો ભોગ બનેલી મહિલા કે જેણે બાળકને પણ જન્મ આપ્યો હતો તેનો હાલ કોઈ પત્તો લાગતો નથી, બોમ્બે હાઈકોર્ટે એક શરત પર યુવકના જામીન મંજૂર કર્યા છે કે, જાે એક વર્ષની અંદર મહિલા મળી જાય તો તેની સાથે લગ્ન કરી લેવા પડશે.

જસ્ટીસ ભારતી ડાંગરેએ પોતાના ૧૨ ઓક્ટોબરના આદેશમાં જણાવ્યું હતું કે, “અરજદારને હું જામીન આપવાનું યોગ્ય માનું છું, જાે પીડિતા એક વર્ષના ગાળામાં મળી જાય તો આરોપીએ તે એક વર્ષથી વધુ સમય માટે બંધાયેલ રહેશે નહીં.”

ચાર્જશીટમાં જણાવાયું છે કે, ફરિયાદી (૨૨) અને આરોપી (૨૬) વર્ષ ૨૦૧૮થી એકબીજાને ઓળખતા હતા, તેઓ પાડોશી હતા. તેઓ પ્રેમમાં પડ્યા અને તેમના પરિવારજનો આ વાત જાણતા હતા.

આ બન્નેએ ૫થી ૬ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં પીડિતાને વિશ્વાસ હતો કે તે યુવક તેની સાથે લગ્ન કરશે. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તે ઘણાં વર્ષો પહેલા અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેના કારણે તેને છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

જેથી યુવકે યુવતીને જણાવ્યું હતું કે, “હું વધારે લાંબું જીવી શકીશ નહીં.” જ્યારે પીડિતાએ આરોપીને પૂછ્યું કે હોસ્પિટલના પેપર બતાવજે તો તેણે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૯માં મહિલા ૬ મહિનાનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. જાેકે, યુવકે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. યુવતીએ બધાને પોતાની પ્રેગનેન્સીની વાત ખબર ના પડે તે માટે સોસાયટી છોડી દીધી હતી.

૨૭ જાન્યુઆરી ૨૦૨૦માં તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ પછી તેણે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦એ મરિન લાઈન્સની દિવાલ પાસે બાળકને છોડી દીધું હતું. આ અંગે જજ ભારતી ડાંગરે જણાવ્યું કે, “તેણે કોર્ટની કાર્યવાહી છોડી દીધી તેની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે.”

પીડિતાને ઘણી નોટિસ મોકલવામાં આવી પરંતુ તે કોર્ટમાં હાજર રહી નથી. યુવકની જામીન અરજીમાં જણાવાયું છે કે, ફરિયાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦માં થઈ હતી, જેમાં બળાત્કાર, કિડનેપિંગ અને પીડિતા સાથે ખોટી રીતે સમાગમ કર્યાનો અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પછી બીજા દિવસે યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને ત્યારથી યુવક કેદ છે.

જજે નોંધ્યું કે આ ફરિયાદ નોંધાઈ ત્યારે પીડિતા વયસ્ક હતી, અને તેમની વચ્ચે સહમતીથી સંબંધો બંધાયેલા હતા. આરોપી અને તેના પરિવારના લોકો લગ્ન માટે તૈયાર છે પરંતુ પીડિતાનો કોઈ પત્તો લાગી રહ્યો નથી, આ બાબતોને ધ્યાનમાં રાખીને યુવકને શરતોને આધિન જામીન મંજૂરી કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.