વિદિશાના જિલ્લા ભાજપ નેતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ
વિદિશા, મધ્યપ્રદેશના વિદિશ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સામે ૨૩ વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે.
જોકે, ભાજપે આરોપીથી અંતર રાખીને કહ્યું કે, તેણે રાજીનામું આપી દીધું છે. પોલીસ ઈન્સ્પેક્ટર આશુતોષ સિંહ રાજપૂતે જણાવ્યું કે વિદિશા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ યોગેન્દ્ર સિહ સોલંકી વિરુદ્ધ આઈપીસીની ૩૭૬(બળાત્કરા માટે સજા) અને કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી) અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે, કારણ કે આ ગુનો જુલાઈમાં ભારતીય ન્યાય સંહિતા(બીએનએસ) લાગુ થયા પહેલાં કર્યાે હતો.
પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે એક મહિલાની ફરિયાદ પર પાંચમી ડિસેમ્બરે એફઆઈઆર નોંધાઈ હતી. તપાસના આધાર પર આગળની કાર્યવાહી કરાશે. બળાત્કારના કેસમાં એફઆઈઆર નોંધાયા પછી સોલંકીએ રવિવારે રાત્રે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું, પરંતુ આ સાથે તેમણે કહ્યું કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
જ્યાં સુધી બળાત્કારના આક્ષેપોમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી પક્ષના સભ્ય તરીકે નહીં રહે. વિદિશા જિલ્લા ભાજપ પ્રમુખ રાકેશ સિંહ જાદૌને કહ્યું કે, સોલંકી હવે ભાજપમાં નથી. તેમના રાજીનામાનો સોમવારે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
આ દરમિયાન, પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડિત મહિલાનું લાંબા સમયથી જાતીય શોષણ કરવામાં આવી રહ્યું હતું. ફરિયાદી મહિલાના કહેવા મુજબ આરોપી તેના ઘર સુધી આવી જતો હતો. પોલીસે તેની મેડિકલ રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલશે.SS1MS