દિલ્હીની બે સ્કૂલ ગર્લ સાથે જગતપુરી વિસ્તારની હોટલમાં દુષ્કર્મ
(એજન્સી)દિલ્હી, પૂર્વ દિલ્હીના જગતપુરી વિસ્તારની એક હોટલના રૂમમાં એક ચોંકાવનારી ઘટનામાં બે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
છેલ્લા એક વર્ષથી હોટલમાં બંને વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. આ બંને યુવકોએ બંને વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને છોકરીઓની રેપની જાણકારી હવે મળતાં પરિવારને આંચકો લાગ્યો છે.
પરિવારનું કહેવું છે કે હોટલમાં આ બંને છોકરીઓ પર લાંબા સમયથી સતત બળાત્કાર થઇ રહ્યો હતો. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો સ્કૂલના સ્ટાફની સાથે વિદ્યાર્થીઓના પરિવારજનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોની ફરિયાદ પર દિલ્હી પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.
બંને વિદ્યાર્થીઓ શાહદરા વિસ્તારના રહેવાસી છે અને સરકારી શાળામાં અભ્યાસ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે યુવકોએ પહેલા બંને વિદ્યાર્થીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી બળાત્કાર ગુજાર્યો હતો. એક વાર રેપ કર્યાં બાદ તેઓ ફરી ફરીને પણ આવું કામ કરતાં રહ્યાં હતા.